બાલાસિતોરમાં ત્રણ દિવસથી મેઘમહેર થી ખેડૂતો મા ખુશી છવાઈ - At This Time

બાલાસિતોરમાં ત્રણ દિવસથી મેઘમહેર થી ખેડૂતો મા ખુશી છવાઈ


જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ

આકાશમાં કાળા વાદળો સાથે મેઘ ગર્જના અને વીજળીના ચમકારા થઈ રહ્યા છે. સાથે કેટલાક વિસ્તારોમાં પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને હળવા વરસાદી ઝાપટાં પડ્યા છે જેથી વતવારણમાં ઠંડક અનુભવાય રહી છે.

બાલાસિનોરમાં છેલ્લા ત્રણ દિવસની ગરમી અને ઉકળાટ બાદ છેલ્લા ત્રણ દિવસથી સાંજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધમાકેદાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ ખેડૂતોને રાહત થઈ હતી. રવિવારે એક ઈંચ વરસાદ બાદ સોમવારે અંદાજે અડધા ઈંચ જેટલો વરસાદ પડયો હતો બાલાસિનોર ગામમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બારાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતાં. સોમવારે બપોર બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. માત્ર એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલા વરસાદને કારણે ખેતીને જીવતદાન મળ્યું છે. કપાસ, મરચી, કેળ જેવા પાકોને પણ વરસાદે બચાવ્યો છે. જેના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.