સુરતનાં ચીખલી ગામે સોલાર પેનલ બનાવતી દેશની સૌથી મોટી કંપની ‘વારી એનર્જીસ લિમિટેડ કંપની ‘[WAAREE ENERGIES LTD.] કંપનીનો ૧૦ લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ. કંપની પોતાના દરેક કર્મચારીના નામના વૃક્ષો વાવશે
સુરતનાં ચીખલી ગામે સોલાર પેનલ બનાવતી દેશની સૌથી મોટી
કંપની ‘વારી એનર્જીસ લિમિટેડ કંપની '[WAAREE ENERGIES LTD.] કંપનીનો ૧૦ લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ.
કંપની પોતાના દરેક કર્મચારીના નામના વૃક્ષો વાવશે
રાજકોટનાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ‘વારી એનર્જીસ લિમિટેડ કંપની ' [WAAREE ENERGIES LTD.] ના સહયોગથી ૫૦૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ અને જતનનું કાર્ય પૂરજોશમાં.સુરતનાં ચીખલી ગામે આવેલી ભારતની સૌથી મોટી સોલાર પેનલ બનાવતી કંપની એટલે કે‘ વારી એનર્જીસ લિમિટેડ કંપની ' [WAAREE ENERGIES LTD.] મુંબઈમાં મુખ્ય ઓફીસ ધરાવતી કંપનીમાં ૧૦ હજારથી વધારે કર્મચારીઓ કાર્યરત છે.વારી એનર્જીસ લિમિટેડ કંપની [WAAREE ENERGIES LTD.] કંપનીએ અમેરિકામાં પણ પોતાની ફેક્ટરી ચાલુ કરવાનું કાર્ય પૂરજોશમાં ચાલે છે. વિશ્વભરમાં વારી એનર્જીસ લિમિટેડ કંપની [WAAREE ENERGIES LTD.]ની પ્રશંસા થઈ રહી છે.
ચીમનલાલ ત્રિભુવનદાસ દોશી પરિવાર અને સમગ્ર વારી પરિવારનો મુખ્ય ધ્યેય તેમના કાર્યકાળ દરમ્યાન કંપની દ્વારા પોતાના દરેક કર્મચારીનાં નામના વૃક્ષો વાવવાની સાથે ૧0 લાખ વૃક્ષો વાવીને મોટા કરવાનો છે. કંપની ગ્રીન એનર્જી મા તો છેજ અને છેલા ૧૫ વર્ષ માં ૨૦ જેટલા દેશો માં સોલાર પેનલ એક્સપોર્ટ કરી, દુનિયા ને વધૂ વધુ પદુષણ મુક્ત કરવા ના મિશન પર કામ કરી રહી છે ૧૦ લાખ વૃક્ષો થી વધુ ભારતભરમા ગ્રીન ઈલેક્ટ્રીસીટી સાથે ગ્રેન વર્લ્ડ મિશન મા વધારો કરે છે.અત્રે ઉલ્લેખનીય છે કે જૈન સાધુ- સાધ્વીઓ વિહાર કરીને જતાં આવતા હોય તેમને પણ વૃક્ષોનો મીઠો છાંયડો મળી રહે તે હેતુથી સૌરાષ્ટ્રમાં પાલિતાણાથી સોનગઢ જતાં રસ્તા પર ડિવાઇડર અને રોડની બંને બાજુએ ૨૫૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને બીજા ૨૫૦૦ વૃક્ષો વાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલે છે , પાલીતાણાથી સોનગઢ જતા રસ્તા પર તો લીમડા, પીપળા, વડલા, કરંજ, અર્જુન, આસોપાલવ, સીરસ, શિશ, રેન્ટ્રી, પીલખન, કદમ, ટેબુબિયા, પેથોડિયા, બોરસલી જેવા વૃક્ષો રસ્તાની શોભા વધારશે.અત્યાર સુધીમાં પાંચ હજાર કરતાં પણ વધારે વૃક્ષોનું યોગદાન મળી ગયું છે.જે વૃક્ષો વાવવામાં આવશે તેનું આયુષ્ય આશરે ૨૦૦ વર્ષથી વધારે હશે. ૩ વર્ષની અંદર આ રોપા તોતીગ વૃક્ષોની જેમ લહેરાવા લાગશે . વૃક્ષો પર્યાવરણ સ્વચ્છ રાખે છે અને વરસાદ ખેંચી લાવે છે અને ઓક્સિજનનું સ્તર જાળવવામાં મદદ કરે છે. સાથે જ લાખો પંખીઓને રહેવાનો આશરો પણ પુરો પાડે છે. વૃક્ષો તાપમાન ઘટાડવામાં બે રીતે ખપમાં આવે છે. એક તો વૃક્ષના પાંદડા દ્વારા પાણીનું બાષ્પીભવન થાય છે અને એ રીતે હવાને ઠંડી રાખે છે. બીજુ કારણ છે ઘટાટોપ વૃક્ષ હોવાને કારણે અનેક વિસ્તારોમાં છાંયડો તૈયાર થાય છે, જેને કારણે સીધો સૂર્યપ્રકાશ રસ્તા,મકાન કે વિસ્તારોને સ્પર્શી શકતો નથી. ભરબપોરે બાષ્પીભવનથી ગરમ થતી હવાનું તાપમાન અને જમીનની સરફેસ એમ બંને સ્તરે વૃક્ષો મદદગાર સાબીત થાય છે.
આ વૃક્ષો જ આપણને જીવાડે છે. એના ફળો અને ફૂલો એ ધરતીનું સાચું સૌદર્ય છે.
વૃક્ષો, જંગલો પૃથ્વીનું સંતુલન કરનાર હરિયાળી છે. જંગલ કે વૃક્ષ વિનાની પૃથ્વી ધડ વિનાનાં માનવી જેવી છે અને આપણે એ ધડને જ કાપી રહ્યા છીએ. પૃથ્વી પર પર્યાવરણનું સંતુલન જાળવી રાખવાં માટે પ્રકૃતિનાં દરેક રંગ અને રૂપને સમરસ જાળવવા જરૂરી છે. પરંતુ આ સમરસ ખોરવાઈ રહ્યું છે અને આ ખોરવાયેલા સમરસને નવજીવન આપવાનું સેવાકીય કામ ચીમનલાલ ત્રિભુવનદાસ દોશી પરિવાર અને સમગ્ર વારી પરિવાર કરી રહ્યા છે. આગામી સમયમાં ૧૦ લાખ વૃક્ષોનાં વાવેતર, ઉછેર માટેની યોજના ઘડી રહ્યા છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.