મનપાનાં ત્રણ ઝોનમાંથી વધુ 22 કિ.ગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 90 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 22.1 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં.02, 03, 07, 13, 14 તથા 17ના વોર્ડમાં સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકોને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન મધ્ય ઝોન વિસ્તારમાં કુલ-27 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 3 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ.
જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન પશ્ચિમ ઝોન વિસ્તારમાં કુલ-23 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 3.5 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ.
પુર્વ ઝોનના વોર્ડ નં.04, 05, 06, 15, 16 તથા 18 ના વોર્ડમાં જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન પૂર્વ ઝોન વિસ્તારમાં કુલ 40 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને 15.60 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ.
કમિશનરની સુચના અન્વયે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર એન.આર.પરમાર તથા નાયબ પર્યાવરણ ઇજનેર પી.સી.સોલંકી, વી.એમ.જીંજાળા અને ડી.યુ.તુવરની આગેવાની હેઠળ એસ.આઇ. તથા એસ.એસ.આઇ. દ્વારા પ્રતિંબંધીત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.