રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના વધુ 26 કેસ, 6578 ઘરમાં કરાયું ફોગિંગ
રાજકોટ શહેરમાં છેલ્લા એક માસથી ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગે માથું ઊંચક્યું છે. મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર 30 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધીના સપ્તાહમાં ડેન્ગ્યુના 26 કેસ નોંધાયા છે જ્યારે મલેરિયાના 2 કેસ છે. આ સાથે 1 જાન્યુઆરીથી 6 ઓક્ટોબર સુધીમાં ડેન્ગ્યુના કેસની સંખ્યા 248 થઈ છે અને થોડા જ દિવસોમાં આ આંક 300ની નજીક પણ પહોંચી જશે. બીજી તરફ મનપાએ ફોગિંગની માત્રા વધારી છે એક જ સપ્તાહમાં 6578 ઘરમાં ફોગિંગ કરાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.