રણુજાનગરમાં સગર્ભાને કરીયાવર બાબતે ઝઘડો કરી સાસરીયાએ ઘરમાંથી કાઢી મૂકી - At This Time

રણુજાનગરમાં સગર્ભાને કરીયાવર બાબતે ઝઘડો કરી સાસરીયાએ ઘરમાંથી કાઢી મૂકી


હાલ માવતરના ઘરે કોઠારીયા મેઈન રોડ રણુંજાનગરમાં રહેતી સગર્ભાએ કોઠારીયા રોડ પર રામ રણુજા શેરીમાં રહેતા પતિ કલ્પેશ કાંતીલાલ રાઠોડ, સાસુ સુશીલાબેન, જેઠ અંકિત અને જેઠાણી શ્ર્વેતાના નામ આપ્યા છે.પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના લગ્ન ગત તા.14/12/2023 ના કલ્પેશ સાથે થયા હતાં.હાલ તેને પાંચ માસનો ગર્ભ છે. તેણે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે.
લગ્નના ત્રણ દિવસ બાદ સાસુ અને જેઠાણી ઘરકામ બાબતે ત્રાસ આપવા લાગ્યા હતા.રસોઈકામ બાબતે મેણાટોણા મારી તેમજ ઘરની સફાઈ કરે તો તેમાં ભૂલો કાઢતા હતા અને કહેતા હતા કે, તારા મમ્મીએ કંઈ શીખડાવેલ નથી. તને અમારા ઘરના રીતે રિવાજ શીખતા આટલી વાર કેમ લાગે છે? લગ્નના આઠેક દિવસ બાદ આ બાબતે પરિણીતાએ પતિને વાત કરતા તેણે તેના માતા સહિતનાનો સાથ આપ્યો ન હતો. સાસુ કહેતા હતા કે તને તારા માવતરથી ઓછા દાગીના આપ્યા છે મોટી વહુને તો તારા કરતાં ઘણા વધારે દાગીના આપ્યા છે આમ કહી માનસિક ટોર્ચર કરતા હતા.
પરિણીતાને સારા દિવસો પસાર થતાં આ સમયે પણ તેની પાસે કામ કરાવતા હતા તબીયત સારી ન હોય દવા લેવા જવાની વાત કરતા સાસુ કહેતા હતા કે, પહેલાના જમાનામાં આવું કાંઈ નહોતું એમાં દવા શું લેવાની હોય અને ખોટા ખર્ચા કરવાના છે એમ કહ્યું ત્રાસ આપતા હતા. બે મહિના પૂર્વે પરિણીતાની તબિયત સારી ન હોવાથી ડોક્ટરે આરામ કરવાનું કહ્યું હતું અને તેને બે દિવસ તેને જમવાનું ભાવ્યું ન હતું. બીજા દિવસે રસોઈ બનાવી જમતી હતી ત્યારે પતિ સાંજે ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે, તારે બપોરે જમી લેવાય નહીં અને તે તારા માટે રસોઈ બનાવવા મમ્મીને પૂછ્યું હતું?
તેમ કહી ઝઘડો કરવા લાગ્યો હતો બાદમાં અન્ય સાસરીયાઓ પણ તેની સાથે ઝઘડો કરવા લાગી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી તેણે પોતાના પિતા- ભાઈને ફોન કર્યો હતો બાદમાં 100 નંબર પર ફોન કરતા પોલીસની આવી હતી પરંતુ ફરિયાદ કરવી ન હોય જેથી તે સમયે કંઈ કહ્યું ન હતું અને તે માવતરના ઘરે ચાલી ગઇ હતી. પરંતુ પતિ કે સાસરિયા આજ દિન સુધી તેને તેડવા માટે આવ્યા ન હોય અને સમાધાન માટે કોઈ દરકાર લીધી ન હોય અંતે પતિ સાસુ અને આ ફરિયાદ નોંધાવી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.