ગળાફાંસો ખાઈ જીજ્ઞેશ બુહેચાનો આપઘાત
શહેરના મનહરપુર નજીક યુવરાજનગરની બાજુમાં હોલીડે સ્કુલ પાસે, જામનગર રોડ પર આવેલા મફતીયાપરામાં રહેતા જીજ્ઞેશ સવજીભાઈ બુહેચા (ઉ.વ.40) પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત મુજબ, મનહરપુર મફતીયાપરામાં રહેતા જીજ્ઞેશ બુહેચાએ પોતાના ઘરે જ ઓરડીના એંગલમાં ચાદર બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
પરિવારને જાણ થતા તુરંત 108ને જાણ કરતા 108ની ટીમે મૃત જાહેર કર્યો હતો. યુનિવર્સિટી પોલીસે દોડી જઈ જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડયો હતો. પોલીસ પુછપરછમાં મૃતકના પરિવારે જણાવ્યું હતું કે તેમને ખ્યાલ નથી કે કયા કારણોસર જીજ્ઞેશે આ પગલુ ભર્યુ છે આપઘાતનું કારણ અકબંધ રહેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવતા બુહેચા પરિવારમાં શોક છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.