11 વર્ષ જૂના ખૂની હુમલાના બે કેસમાં કુખ્યાત કુંગશિયા બંધુ સહિત 3ને આજીવન કેદની સજા
રાજકોટમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુખ્યાત ભરત રઘુ કુંગશિયા, તેના ભાઇ ભાવેશ કુંગશિયા સહિતની ટોળકી સામે અલગ-અલગ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાની કોશિશના બે કેસમાં સેશન્સ કોર્ટે ભરત, તેના ભાઇ ભાવેશ સહિત ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા તથા પ્રત્યેકને રૂ.2.50-2.50 લાખના દંડનો હુકમ કર્યો હતો. જ્યારે એક આરોપીને શંકાનો લાભ અને અન્ય ત્રણ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.