ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ બનાવી યુવતીના ફોટા વાયરલ કરવાનું કહી બિભત્સ મેસેજ કર્યા
શહેરમાં એક વિસ્તારમાં રહેતી અને ખાનગી નોકરી કરતી યુવતીને ઇન્સ્ટાગ્રામ મારફતે ફ્રેન્ડ બનાવી મોબાઈલ નંબર મેળવી તેના આઈડીમાંથી ફોટા મેળવી વાઈરલ કરી બીભત્સ મેસેજ કરતા શખ્સ સામે ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમને પાંચેક માસ પહેલાં ઇન્સ્ટાગ્રામ આઇડીમાં રિકવેસ્ટ આવી હતી જે એકસેપ્ટ કરી હતી. ત્યાર બાદ તેને ફ્રેન્ડ રિકવેસ્ટ કરી હતી અને ત્યાર બાદ તેને યુવતીનો ફોટો મુક્યો હતો જેથી અજાણ્યા આઇડીમાં તેનો ફોટો હોય તેને વાત કરી હતી.
જેમાં તેના ફોટા, નામ ડિલીટ કરવાની વાત કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેને બીભત્સ મેસેજ કરતો હોય તેને ઓનલાઇન ફરિયાદ કરી હતી. દરમિયાન અલગ- અલગ આઇડીમાં તેના ફોટા સાથે બીભત્સ મેસેજ મૂકતો હોય સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા સ્ટાફે ગુનો નોધી આઇડીના આધારે આરોપીને પકડી લેવા મથામણ કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.