હળવદના કેમિકલ ચોરી પ્રકરણમાં ભાજપના આગેવાન સામે પણ ગુનો નોંધવા હળવદ અને ધાંગધ્રા ના પત્રકારો એ હળવદ મામલતદાર અને પોલીસ સ્ટેશન આવેદન આપ્યું
મુખ્ય આરોપીએ પોતાના નિવેદનમાં તેનું નામ લખાવી પુરાવાઓ પણ આપ્યા હોવા છતાં હજુ ધરપકડ ન થઈ,તાકીદે કાર્યવાહી નહિ થાય તો આંદોલનની ચીમકી
હળવદ : હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે કેમિકલ ચોરીના ગુનામાં સંકળાયેલા ભાજપના આગેવાન નયનભાઈ ઠાકરશીભાઈ દેત્રોજાની સામે કાર્યવાહી કરવા માટે પત્રકારો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
આવેદનમાં જણાવાયુ હતું કે ગત ૦૩/૦૮/૨૦૨૪ ના રોજ એસ.ઓ.જી મોરબી દ્વારા હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે એક રેડ કરવામાં આવેલ અને તેમા કોઈ અજાણ્યા વ્યકિત દ્વારા ટેન્કરમાથી કેમીકલની ચોરી થતી હોય જે અંગેની પોલીસ દ્વારા ટેન્કર માલીકને જાણ કરી ફરીયાદ નોંધવામાં આવી હતી.
જે બાદ તે સંદર્ભે લાગતા વળગતાની પોલીસ દ્વારા ધરપકડ કરેલ અને તેમા હળવદના બે પત્રકારોની પણ આરોપી ફક્ત કૌટુંબિક સગા હોય તે આધાર ઉપર ધરપકડ કરવામાં આવી હતી. બાદ તેઓને કોર્ટમાથી જામીન ઉપર મુક્ત પણ કરવામાં આવ્યા હતા.
આ તપાસ દરમિયાન ગત તા. ૧૭/૦૯/૨૪ના રોજ આરોપી એવા હરેશભાઈનુ પોલીસ દ્વારા નીવેદન લેવામાં આવેલ હતુ અને તેના નિવેદન મુજબ તેઓએ ચોરી સબબ હળવદ ખાતે રહેતા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા નયનભાઈ ઠાકરશીભાઈ દેત્રોજા તેઓની સાથે સંકળાયેલા છે અને તેઓ ચોરીની રકમની આપ લે કરેલ છે અને તેના તમામ પ્રકારના પુરાવા પણ આપેલ છે. તેમ છતા આજે 15 દિવસ કરતા પણ વધુ સમય વિત્યો હોય આરોપી તરીકે સક્રિય ભુમીકા ભજવેલ એવા નયનભાઈ ઠાકરશીભાઈ દેત્રોજાની ધરપકડ થયેલ નથી અને તેઓ આજે પણ હળવદ શહેરમાં વગ અને રાજકીય હીંમતનો પ્રચાર,પ્રસાર કરે છે.તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહી આવે ગાંધી ચીંધ્યા માર્ગે આદોલન કરવાની ચીમકી પણ પત્રકારો દ્વારા ઉચ્ચારવામા આવી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.