કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના પ્રજાલક્ષી વહીવટી અભિગમથી ઉકડિયા – લાછડીને જોડતાં સીમતળના રસ્તા પરના દબાણ સત્વરે દૂર કરાયાં
કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના પ્રજાલક્ષી વહીવટી અભિગમથી ઉકડિયા - લાછડીને જોડતાં સીમતળના રસ્તા પરના દબાણ સત્વરે દૂર કરાયાં
----------------------
ગીર સોમનાથ,૮મી જાન્યુઆરી.: જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વેરાવળ તાલુકાના ઉકડિયા ગામના કાઠિયા ધારના પા તરીકે ઓળખાતા વિસ્તારમાં ઉકડીયા ગામ થી લાછડી તરફ જતાં આશરે ૧ કિમી લંબાઈના સીમતળના રસ્તા પર આશરે ૨૨ જેટલા ખાતેદાર ખેડૂત દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરાવવા અંગેની કાર્યવાહી તા. ૦૬/૦૧/૨૦૨૫ થી તા.૦૯ /૦૧ /૨૦૨૫ સુધી દિન- ૪માં મામલતદારશ્રી,વેરાવળ(ગ્રામ્ય)ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીના પ્રજાલક્ષી વહીવટી અભિગમથી ઉકડિયા - લાછડીને જોડતાં સીમતળના રસ્તા પરના દબાણ સત્વરે દૂર કરાતાં દબાણ આશરે ૧૮ હજાર ચો.ફૂટ ક્ષેત્રફળની રૂ. ૫૦ લાખની બજાર કિંમતની જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.