ગો-સંસ્કૃતિ- ભાગ ૧ અંતર્ગત ‘ગૌ સંસ્કૃતિ – સંપૂર્ણ સુખ અને સમૃદ્ધિનો આધાર’ વિષય પર વેબીનારનું આયોજન
ગો-સંસ્કૃતિ- ભાગ ૧ અંતર્ગત ‘ગૌ સંસ્કૃતિ - સંપૂર્ણ સુખ અને સમૃદ્ધિનો આધાર’ વિષય પર વેબીનારનું આયોજન
ગૌ સેવા અને ગૌ આધારિત ખેતી પધ્ધતિ તેમજ આયુર્વેદિક જીવનશૈલી , આયુર્વેદનાં વૈજ્ઞાનિક પાસાઓ , ગૌ આધારિત અર્થવ્યવસ્થા જેવી વિવિધ મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
બંસી ગીર ગૌશાળાનાં ગોપાલભાઈ સુતરીયા દ્વારા આ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનાર તા. 10 સપ્ટેમ્બર, શનિવારનાં રોજ રાત્રે 8.30 કલાકથી કરવાનું આયોજન છે. આ વેબીનારમાં ગૌ-સંસ્કૃતિ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવશે. આ વેબીનારમાં રોટરી ક્લબ અમદાવાદ સર્વમ RID 3054 અને LASI TALKsનો સહયોગ પ્રાપ્ત થયો છે. તેમજ આર્ટ ઓફ લિવિંગની શ્રી શ્રી ગૌશાળા દ્વારા આ ઓનલાઈન વેબિનાર દ્વારા તમામ ખેડૂત ભાઈઓ અને ગોપાલકો તેમજ સમાજના તમામ લોકોને લાભદાયી થાય તેવા હેતુથી ઓનલાઈન મૂકવામાં આવશે. આ વેબીનારને ડૉ. ગીતિકા સુલજા તેમજ ચિંતન વ્યાસ (સી. એ.) દ્વારા હોસ્ટ કરવામાં આવશે. આ વેબીનારમાં જોડાવવા માટેનું આઈ. ડી. 81511478697 અને પાસવર્ડ sarwan છે. આ વેબીનારમાં રસ ધરાવનાર વ્યક્તિઓને https://chat.whatsapp.com/HwiEmo0edRV8TlVb1GRKIy આપેલી લિન્કમાં વોટસએપ ગ્રુપમાં જોડાવવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.