ભાભરમાં તસ્કરો ત્રાટક્યા મકાનોના તાળા તોડયા રોકડ સહિત ઘરેણાંની ચોરી.
શિયાળાની પોષ મહિનાની કડકડતી ઠંડીમાં ભાભર વિસ્તારમાં તસ્કરો તરખાટ મચીવી રયા છે ત્યારે હમણાં થોડા સમય પહેલાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે જેમાં ભાભરની માધવસીટી સોસાયટીના ત્રણ મકાનો ના ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈસમો એ તાળાં તોડી તરખાટ મચાવ્યો હતો જેમાં શિક્ષક અશોકભાઈ આસલ ના મકાનના દરવાજા નો નકુચો તોડીને મકાન અંદર પ્રવેશ કરી અજાણ્યા ઈસમોએ સેટી પલંગ તેમજ તિજોરી તોડી અંદર રહેલા વસ્તુઓ વેરવિખેર કરીને અંદાજે રોકડા રૂપિયા દશ હજાર તેમજ ચાંદીની લકી. ઝાંઝરી. વગેરે ચોરી કરી નાસી ગયેલ આ બાબતે ભાભર પોલીસ મથકે જાણ કરવામાં આવેલ.અત્રે ઉલ્લેખનીય છે કે આ માધવ સીટી સોસાયટી અયોધ્યા નગર સોસાયટીઓ માં વારંવાર ચોરીઓ થઈ રહીશે છતાં પોલીસ તંત્ર ઘોર નિદ્રામાં હોવાનું જણાઈ રહ્યું છે પોલીસ ચોરીઓનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહી છે આ સોસાયટીમાં M.P. M.L.A સહિત પોલીસ કર્મીઓ પણ આ સોસાયટીમાં રહેતા હોવા છતાં વારંવાર તસ્કરો આ સોસાયટીને ટાર્ગેટ કરતાં હોવાથી રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને ભાભર નગર જનનો માં ભાભર પોલીસ નું નાઈટ પેટ્રોલીંગ વઘારવા માં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે.
9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.