નવીન પટનાયકે કહ્યું- પાંડિયને BJP સાથે ડીલ નથી કરી:કહ્યું- આ ફેક ન્યૂઝ છે, પાંડિયને રાજ્ય અને પાર્ટી પ્રત્યે વફાદારી સાથે કામ કર્યું - At This Time

નવીન પટનાયકે કહ્યું- પાંડિયને BJP સાથે ડીલ નથી કરી:કહ્યું- આ ફેક ન્યૂઝ છે, પાંડિયને રાજ્ય અને પાર્ટી પ્રત્યે વફાદારી સાથે કામ કર્યું


ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક તેમના પૂર્વ સાથી વીકે પાંડિયનના સમર્થનમાં આવ્યા છે. તેમણે એવા દાવાઓને ફગાવી દીધા છે જે મુજબ પાંડિયને રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં બીજેડીને હરાવવા માટે ભાજપ સાથે સોદો કર્યો હતો. હકીકતમાં ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 78 બેઠકો જીતીને પાંચ વખતના સીએમ પટનાયકને સત્તા પરથી હટાવી દીધા હતા. બીજેડીને માત્ર 51 સીટો મળી છે. નવીન પટનાયકે સોશિયલ મીડિયા સાઇટ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું આ સાથે તેણે એક મીડિયા રિપોર્ટ પણ શેર કર્યો હતો, જેમાં પાંડિયનને ભાજપ સાથે ડીલ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. પટનાયકે કહ્યું- પાંડિયને રાજ્ય અને પાર્ટી માટે ઈમાનદારીથી કામ કર્યું
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, પાંડિયન ઓડિશામાં બીજેડીને નબળો પાડવા માટે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે સોદો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પાંડિયને આ અહેવાલનો જવાબ આપ્યો ન હતો, પરંતુ નવીન પટનાયક તેમના બચાવમાં આવ્યા હતા. નવીન પટનાયકે લખ્યું છે કે, આ સંપૂર્ણપણે ખોટું, પ્રેરિત, બદનક્ષીભર્યું અને દૂષિત છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે, પાંડિયને રાજ્ય અને પક્ષની સંપૂર્ણ નિષ્ઠા, કાર્યક્ષમતા અને ઈમાનદારીથી સેવા કરી છે. તે આ ગુણો માટે જાણીતા અને આદરણીય છે. પાંડિયને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ રાજીનામું આપી દીધું
બીજેડી સમર્થકો વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં પાર્ટીની હાર માટે પાંડિયનને જવાબદાર ઠેરવી રહ્યા હતા. આ કારણે 8 જૂને પણ નવીન પટનાયકે જાહેરમાં પાંડિયનનો બચાવ કર્યો હતો. જો કે, બીજા જ દિવસે પાંડિયને સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. તેણે એક વીડિયો જાહેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. વીડિયોમાં તેણે કહ્યું હતું કે, મેં સક્રિય રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આ સફરમાં મારાથી કોઈને નારાજગી થઈ હોય તો માફ કરશો. જો મારી વિરુદ્ધના અભિયાનને કારણે બીજેડીની હાર થઈ હોય, તો હું દિલગીર છું. ભાજપ તમિલનાડુના પાંડિયનને ગણાવે છે બહારના વ્યક્તિ
તમિલનાડુમાં જન્મેલા વીકે પાંડિયનનું સ્કૂલિંગ દિલ્હીમાં થયું હતું. તેમણે પંજાબ કેડરના IAS અધિકારી તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં એક ઉડિયા મહિલા સાથે લગ્ન કર્યા પછી, તેની બદલી ઓડિશા કેડરમાં કરવામાં આવી હતી. તમિલનાડુના હોવાને કારણે ભાજપ તેમને ઓડિશાના રાજકારણમાં 'આઉટસાઇડર' ગણાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.