છૂટાછેડાની અફવાઓ વચ્ચે નતાશાની નવી ક્રિપ્ટીક પોસ્ટ:બોલી, ‘ભગવાન સમસ્યા દૂર નથી કરતા, ચોક્કસપણે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે છે’
એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટેનકોવિક આજકાલ પોતાની અંગત જિંદગીના કારણે ચર્ચામાં છે. એવી ચર્ચા છે કે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે તેના લગ્ન જીવનમાં બરાબર નથી ચાલી રહ્યું. હાલમાં T-20 વર્લ્ડ કપ જીત્યા પછી પણ નતાશાએ હાર્દિક અથવા ભારતીય ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવતી કોઈ પોસ્ટ શેર કરી નથી. ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમના સંબંધો છૂટાછેડા તરફ આગળ વધી રહ્યા છે. જો કે અત્યાર સુધી કપલે આવા સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ બધાની વચ્ચે નતાશા સોશિયલ મીડિયા પર સતત ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી રહી છે. ભગવાન મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ બનાવે છે
રવિવારે એક પોસ્ટ શેર કરતી વખતે નતાશાએ લખ્યું, 'મારા તરફથી તમારા માટે એક હળવું રિમાઇન્ડર, યાદ રાખો કે ભગવાને રેડ સીને હટાવ્યા નથી, પરંતુ તેને અલગ કર્યો છે. આનો અર્થ એ છે કે તે તમારા જીવનમાંથી કોઈ સમસ્યા દૂર નથી કરતા, પરંતુ તે ચોક્કસપણે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ બનાવે છે. આ પહેલાં પણ ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી ચૂકી છે
આ પહેલાં નતાશાએ એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું - 'ભગવાન, જ્યારે પણ હું મુશ્કેલીમાં હોઉં, મને સારી રીતે રાખજો અને જ્યારે તમે ન હો ત્યારે મારી રક્ષા કરો.' તે પહેલાં તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ક્લિપ શેર કરતી વખતે, એક્ટ્રેસ મુશ્કેલ સમયમાં ભગવાન પર વિશ્વાસ રાખવાની વાત કરી હતી. નતાશાની આ તમામ પોસ્ટને તેના અંગત જીવન સાથે જોડવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે તેમની અને હાર્દિક વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી કંઈક બરાબર નથી. હાર્દિક અને નતાશાના લગ્ન 2020માં થયા હતા
હાર્દિકે 1 જાન્યુઆરી 2020ના રોજ નતાશા સાથે સગાઈ કરી હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. બંનેએ 31 મે 2020ના રોજ લગ્ન કર્યા હતા. તે જ વર્ષે 30 જુલાઈ 2020ના રોજ તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો. નતાશાએ 'સત્યાગ્રહ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે તેને બાદશાહના ગીત 'ડીજે વાલે બાબુ'થી ખ્યાતિ મળી હતી. આ સિવાય તે 'બિગ બોસ-8' અને 'નચ બલિયે-9'માં સ્પર્ધક તરીકે જોવા મળી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.