હાર્દિકથી છૂટાછેડાની જાહેરાત કર્યા બાદ નતાશા સર્બિયા પહોંચી:વતનમાં જિમ, સેલ્ફી અને દીકરા સાથે મસ્તી કરતા વીડિયો શૅર કર્યા - At This Time

હાર્દિકથી છૂટાછેડાની જાહેરાત કર્યા બાદ નતાશા સર્બિયા પહોંચી:વતનમાં જિમ, સેલ્ફી અને દીકરા સાથે મસ્તી કરતા વીડિયો શૅર કર્યા


હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની જાહેરાત કર્યા પછી નતાશા સ્ટેનકોવિક તેમના વતન સર્બિયા પરત ફર્યા છે. તે 17 જુલાઈના રોજ મુંબઈ એરપોર્ટ પર સર્બિયા જતા જોવા મળી હતી. પુત્ર અગસ્ત્ય પણ નતાશા સાથે જોવા મળ્યો હતો. હવે સર્બિયા પહોંચ્યા બાદ નતાશાએ કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે જેમાં તે ક્યારેક તેના પુત્ર સાથે રમતી જોવા મળે છે તો ક્યારેક જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે. હાર્દિકે આ પોસ્ટ શેર કરી હતી
હાર્દિકે 18 જુલાઈની રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં નતાશાથી તેના છૂટાછેડાની પુષ્ટિ થઈ હતી. તેમાં લખ્યું હતું - '4 વર્ષ સુધી સાથે રહ્યા બાદ મેં અને નતાશાએ અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે સાથે મળીને સખત પ્રયાસ કર્યો. હવે અમને લાગે છે કે અમારા બંને માટે અલગ થવું સારું છે.' હાર્દિકે તેની પોસ્ટમાં લખ્યું છે કે, ‘નતાશા અને મારા માટે આ એક મુશ્કેલ નિર્ણય હતો. અમે એક પરિવાર તરીકે આગળ વધવાનો આનંદ માણ્યો, એકબીજાને માન આપ્યું અને સપોર્ટ કર્યો. અમને અગસ્ત્યની ભેટ મળી. તે હવે અમારા બંનેનું જીવન હશે. અમે દરેકને આ સંવેદનશીલ પ્રસંગે પ્રાઇવસી આપવા વિનંતી કરીએ છીએ.’ હાર્દિક અને નતાશાનાં લગ્ન 2020માં થયાં હતાં
હાર્દિકે 1 જાન્યુઆરી 2020 ના રોજ નતાશા સાથે સગાઈ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. બંનેએ 31 મે 2020ના રોજ લગ્ન કર્યા હતા. તે જ વર્ષે 30 જુલાઈ 2020ના રોજ, તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો. નતાશાએ ફિલ્મ 'સત્યાગ્રહ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે તેને બાદશાહના ગીત 'ડીજે વાલે બાબુ'થી ખ્યાતિ મળી હતી. આ સિવા ય તે 'બિગ બોસ-8' અને 'નચ બલિયે-9'માં સ્પર્ધક તરીકે જોવા મળી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.