સ્પેસ સ્ટેશન પહોંચીને સુનિતા વિલિયમ્સે ડાન્સ કર્યો, VIDEO:બોઇંગ સ્પેસક્રાફ્ટ દ્વારા ત્રીજી વખત અવકાશમાં પહોંચી, કહ્યું- ISS મારા માટે બીજા ઘર જેવું - At This Time

સ્પેસ સ્ટેશન પહોંચીને સુનિતા વિલિયમ્સે ડાન્સ કર્યો, VIDEO:બોઇંગ સ્પેસક્રાફ્ટ દ્વારા ત્રીજી વખત અવકાશમાં પહોંચી, કહ્યું- ISS મારા માટે બીજા ઘર જેવું


બોઇંગ અવકાશયાનમાં ત્રીજી વખત અવકાશયાત્રા પર ગયેલી ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચતાં જ ડાન્સ કરતી જોવા મળી હતી. અહીં તેણે અન્ય તમામ અવકાશયાત્રીઓને ગળે લગાવ્યા. સુનિતાનો ISS પહોંચવાનો વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્પેસ સ્ટેશન પહોંચે છે ત્યારે એક ઘંટડી વાગતી સંભળાય છે. જોકે આ ISSની પરંપરા છે કે જ્યારે પણ ત્યાં કોઈ નવા અંતરિક્ષ યાત્રી પહોંચે છે તો અન્ય એસ્ટ્રોનોટ્સ ઘંટડી વગાડીને તેમનું સ્વાગત કરે છે. સુનિતા વિલિયમ્સે ISSના સભ્યોને પોતાનો બીજો પરિવાર ગણાવ્યો હતો. "ISS મારા માટે બીજા ઘર જેવું છે," સાથે જ તેમણે શાનદાર સ્વાગત માટે બધા જ એસ્ટ્રોનોટ્સને ધન્યવાદ પણ કહ્યું. એક સપ્તાહ સુધી અવકાશમાં રહેશે
નાની હિલિયમ લીક જેવી ટેક્નિકલ ખામીઓને કારણે ડોકિંગમાં લગભગ એક કલાકનો વિલંબ થયો હતો. ISS તરફ જતાં ક્રૂએ શ્રેણીબદ્ધ પરીક્ષણો પૂર્ણ કર્યાં, જેમાં અવકાશમાં પ્રથમ વખત સ્ટારલાઇનરને મેન્યુઅલી ઉડાવવાનો સમાવેશ થાય છે. તેઓ લગભગ એક સપ્તાહ અવકાશમાં વિતાવશે, વિવિધ પરીક્ષણોમાં મદદ કરશે અને વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. સ્ટારલાઇનરથી પૃથ્વી પર પાછા ફરતી વખતે તેઓ સમુદ્રને બદલે જમીન પર ઊતરવાની યોજના ધરાવે છે. સ્ટારલાઇનર અવકાશયાન લોન્ચ કર્યાના 26 કલાક પછી ISS પર પહોંચ્યું
ભારતીય મૂળના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરનું અવકાશયાન લોન્ચિંગના 26 કલાક પછી ગુરુવારે રાત્રે 11:03 વાગ્યે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું હતું. એ ગુરુવારે રાત્રે 9:45 વાગ્યે પહોંચવાનું હતું, પરંતુ રિએક્શન કંટ્રોલ થ્રસ્ટરમાં સમસ્યાને કારણે એ પ્રથમ પ્રયાસમાં ડોક કરી શક્યું નહીં. જોકે બીજા પ્રયાસમાં અવકાશયાન સ્પેસ સ્ટેશન સાથે ડોકિંગ કરવામાં સફળ રહ્યું હતું. બંને અવકાશયાત્રીઓ બોઈંગના સ્ટારલાઈનર અવકાશયાનમાં અવકાશમાં જનારા પ્રથમ અવકાશયાત્રી બન્યા છે. બોઇંગનું સ્ટારલાઇનર મિશન બુધવાર, 5 જૂને ભારતીય સમય અનુસાર, રાત્રે 8:22 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. એ ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ULA ના એટલાસ V રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. વિલ્મોર અને વિલિયમ્સ સ્ટારલાઇનર અવકાશયાન અને તેમની સબસિસ્ટમનું ટેસ્ટિંગ કરવા માટે લગભગ એક સપ્તાહ સુધી સ્પેસ સ્ટેશન પર રહેશે. સુનિતાએ બોઇંગના સ્પેસક્રાફ્ટ એસયુવી-સ્ટારલાઇનરને ડિઝાઇન કરવામાં પણ મદદ કરી હતી. આ અવકાશયાન 7 ક્રૂ-મેમ્બર્સને લઈ જઈ શકે છે. અવકાશયાનનું નિર્માણ થયા પછી સુનિતા વિલિયમ્સે એનું નામ કેલિપ્સો રાખ્યું. જો મિશન સફળ થશે તો નાસા પાસે પ્રથમ વખત 2 અવકાશયાન હશે
જો આ મિશન સફળ થશે તો ઈતિહાસમાં પ્રથમ વખત અમેરિકા પાસે અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા માટે બે અવકાશયાન હશે. હાલમાં અમેરિકા પાસે માત્ર ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સનું ડ્રેગન અવકાશયાન છે. 2014માં નાસાએ સ્પેસએક્સ અને બોઇંગને સ્પેસક્રાફ્ટ બનાવવાનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો. SpaceX એને 4 વર્ષ પહેલાં જ બનાવી ચૂક્યું છે. ​​​​​​​​​​​સ્ટારલાઇનની પૃથ્વીથી સ્પેસ સ્ટેશન અને પૃથ્વી પર પાછા જવાની યાત્રાને 9 પોઇન્ટ્સમાં જાણો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.