PM મોદીથી લઈને લદ્દાખમાં ITBP જવાનોએ યોગ દિવસની ઉજવણી કરી - At This Time

PM મોદીથી લઈને લદ્દાખમાં ITBP જવાનોએ યોગ દિવસની ઉજવણી કરી


- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૌસુરમાં પેલેસ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતીનવી દિલ્હી, તા. 21 જૂન 2022, મંગળવારભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં અલગ-અલગ સ્થળો પર લોકો યોગ કરી રહ્યા છે. કોરોના વાયરસના કારણે બે વર્ષ બાદ યોગ દિવસ જાહેર રીતે ઉજવવામાં આવી રહ્યો છે. યોગ દિવસ નિમિત્તે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ ઉત્તરાખંડથી અરુણાચલ પ્રદેશ સુધી હિમાલયના હિમાલયના પહાડો અને મેદાનોમાં યોગ કર્યા હતા. લદ્દાખ અને સિક્કિમમાં સૈનિકોએ બરફથી ઢંકાયેલા 17000 ફૂટ ઊંચા પર્વત પર સૂર્ય નમસ્કાર કર્યા હતા. દેશમાં લોકો યોગ દિવસ કેવી રીતે ઉજવે છે તેના પર એક નજર કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૌસુરમાં પેલેસ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં લગભગ 15 હજાર લોકોએ PM મોદી સાથે યોગાસન કર્યા હતા. મૈસૂરમાં PM મોદીએ કહ્યું હતુ કે, 'યોગ સમાજમાં શાંતિ લાવે છે.' તેમણે વધુમાં કહ્યું હતું કે, આ આખું બ્રહ્માંડ આપણા પોતાના શરીર અને આત્માથી શરૂ થાય છે. બ્રહ્માંડ આપણાથી શરૂ થાય છે અને યોગ આપણને આપણી અંદરની દરેક વસ્તુ વિશે સભાન બનાવે છે અને જાગૃતિની ભાવના બનાવે છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓડિશાના કોણાર્ક મંદિર પરિસર ખાતે લોકો સાથે યોગાસન કર્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ યોગ દિવસ નિમિત્તે કેન્દ્રીય રક્ષામાંત્રી રાજનાથ સિંહે યોગાભ્યાસ કર્યો હતો. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોગાસન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, યોગએ આપણી પ્રાચીન ભારતીય વારસાનો એક ભાગ છે. માનવતા માટે તે સ્વાસ્થ્ય અને સુખાકારી માટે એક સર્વગ્રાહી અભિગમ છે. જે આપણા મન, શરીર અને આત્માને સંતુલિત કરે છે.21 જૂનના દિવસે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક અદભુત સેન્ડઆર્ટ કરવામાં આવ્યું છે. યોગા સેન્ડ આર્ટ જે 3500 ચોરસ ફૂટના વિસ્તારમાં બનાવવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.