રાજકોટમાં મહિલાનું ફેસબુક એકાઉન્ટ હેક કરી ગઠિયાએ રૂા.2500 પડાવી લીધાં
નિર્મલા રોડ પર રહેતાં મહિલાનું ફેસબુક એકાઉન્ટ હેક કરી ગઠિયાએ રૂ.2500 પડાવી તેમજ જામનગર રોડ પર રહેતાં મહિલાનું ફેસબુક એકાઉન્ટ હેક કરી મેસેન્જર મારફત ફ્રેન્ડ પાસે રૂપીયાની માંગણી કરતાં સાયબર ક્રાઇમમાં બે ગુના નોંધાયા હતાં. જે મામલે આરોપીને ખેડા પોલીસે પકડી લીધો હોવાનું સામે આવ્યું છે.
બનાવ અંગે નિર્મલા રોડ પર રહેતાં ક્રીમીબેન પંકજ વાગડીયા (ઉ.વ.31) એ નોંધાવેલ ફરીયાદમાં તરીકે પ્રીતેષ મહેશ પ્રજાવતી (રહે. અજીત સોસાયટી, ખેડા) નું નામ આપી જણાવ્યું હતું કે, તે ઘરકામ કરે છે અને પોતાના મોબાઈલમાં ફેસબુક એપનો વપરાશ કરે છે, જે હાલ બંધ થય ગયેલ છે. ગઈ તા.24/03/2024 ના સાંજના સમયે ફેસબૂક એકાઉન્ટના મેસેન્જરમાં તેમની ફેસબૂક ફ્રેન્ડ મીતલ પાટડીયાનો મેસેજ આવેલ અને તેમની પાસે ફેસબૂકના નોટીફીકેશનમાં આવેલ કોડ માંગેલ હતો.
જેથી તેમને કોડની તમારે શું જરૂર છે પૂછતાં તેણે જણાવેલ કે, હમણા ખબર પડી જશે. જેથી તેણીએ ફેસબૂકના નોટીફીકેશનમાં આવેલ કોડ આપેલ હતો. થોડીવારમાં બિજો કોડ નોટીફીકેશનમાં આવેલ જે કોડ પણ તેને આપેલ હતો.
બાદ તુરંત જ તેણીનું ફેસબૂક એકાઉન્ટ ઓટોમેટીક લોગ આઉટ થઈ ગયેલ હતુ. જેથી તેણીએે ફરી ફેસબૂકમાં લોગઈન કરવાનો પ્રયત્ના કરતા લોગ-ઈન થયેલ નહિ, જેથી તેને જાણ થયેલ કે, મારૂ ફેસબૂક હેક થયેલ છે જેથી તેણીએ વોટ્સએપમાં સ્ટેટ્સ રાખેલ કે, તેમનું ફેસબૂક એકાઉન્ટ હેક થયેલ છે જેથી કોઈએ નાણાકીય વ્યવહાર કરવો નહિં, બાદ રાત્રીના તેમના પતિના ફોનમાં વેપારી પુર્વેશભાઈ શાહનો ફોન આવેલ કે, ક્રિમી સોની વાળા ફેસબૂક આઈ.ડી.ના કહેવાથી મેં રૂ.2500 ટ્રાન્સફર કરેલ છે. જેથી તેણીના ફેસબૂક એકાઉન્ટનો ઉપયોગ કરી કોઈ અજાણી વ્યકતી તેમના નામથી ફ્રોડ કરે છે, તેવી જાણ થઈ હતી.
ઉપરાંત સાથે સાથે પુર્વેશભાઈ અને મીતલબેન પાટડીયાના પતિ નીલભાઈ પાટડીયા સાથે વાત કરતા જાણવા મળેલ કે, તેમનુ પણ ફેસબૂક હેક થયેલ છે. બાદમાં તેણીએ ઓનલાઈન સાયબર ક્રાઇમમાં અરજી નોંધાવ્યા બાદ અરજીની તપાસમાં જાણવા મળેલ કે, આ એકાઉન્ટ હેક કરી ફ્રોડ કરનાર વ્યકતી પ્રિતેશ મહેશ પ્રજાપતી છે, જેથી તેમના વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
જ્યારે અન્ય એક ફરીયાદમાં જામનગર રોડ પર જૈન દેરાસર પાછળ અજમેરા એપાર્ટમેંટમાં રહેતાં અભયભાઈ કીરીટભાઈ શાહ (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વિમા એજન્સીમાં પોલીસી ચેકીંગ ઓફીસર તરીકે નોકરી કરે છે. તેમના પત્નીનું ફેસબૂક એકાઉન્ટ હતું જે હાલ બંધ થય ગયેલ છે. ફેસબૂક એકાઉન્ટ મારફતે ગઈ તા.27/11/2023 ના તેમના મામાજી સસરા નયનભાઈ ફોફરીયાનો કોલ આવેલ કે, ક્રેની ને પૈસાની શું જરૂર પડી છે, તે ફેસબુક મારફતે પૈસા માંગે છે. જેથી તેની પત્નીને બાબતે વાત કરતા જાણવા મળેલ કે, તેને કોઈ પણ પૈસા માંગવા ફેસબૂકમાં કોઈને મેસેજ કરેલ નથી.
જેથી તુરંત તેમની પત્નીના ફેસબૂક લોગ-ઈન કરતા હેક થયાની જાણ થયેલ હતી. તેઓએ તુરંત ઓનલાઈન અરજી પોલીસમાં કરેલ હતી. બાદ તેમના મામાજી સસરાએ જણાવેલ કે, આ હેક થયેલ એકાઉન્ટમાંથી તેમને રૂ.13 હજાર ટ્રાન્સફર કરવા જણાવેલ હતું. બીજા દિવસે તેમના મીત્ર બલદેવસિંહ જાડેજાએ જણાવેલ કે, તમારી પત્નીના ફેસબૂક એકાઉન્ટમાંથી મને અરજટ રૂ.12 હજાર ટ્રાન્સફર કરવા માટે મેસેજ આવેલ હતો. જેથી સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની બંને ફરીયાદ પરથી સાયબર ક્રાઈમે ગુનો નોંધી પીઆઈ મહેન્દ્ર ઝણકાંત અને પઢીયારે તપાસ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીને ખેડા પોલીસે પકડી પાડેલ છે અને તેને ત્યાંથી ટ્રાન્સફર વોરંટથી પકડવા તજવીજ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.