સાયલા ના ગામડાઓમાં ખેડૂતોને ડુપ્લીકેટ ખાતર પધરાવવાની બીજીવાર ઘટના સામે આવી. - At This Time

સાયલા ના ગામડાઓમાં ખેડૂતોને ડુપ્લીકેટ ખાતર પધરાવવાની બીજીવાર ઘટના સામે આવી.


ગુજરાતમાં બધું જ નકલી ની બોલબાલા...
સ્થાનિક લોકોમાં ઊઠ્યાં પ્રશ્નો...

સાયલા તાલુકાના ખેડૂતો સાથે અન્યાય કેમ?
ગુજરાતમાં જગતના તાત સાથે વારંવાર અન્યાય કેમ ?..
જગતના અન્નદાતા સાથે વિશ્વાસઘાત કેમ?
નકલી બિયારણ, નકલી ખાતર, નકલી દવા, જેના લીધે ખેડૂતોની હાલત કફોડી છે.

જેના લીધે ખેડૂતો માથે થઈ રહ્યું છે લાખો રૂપિયાનો દેવું.

સમગ્ર ગુજરાતમાં બધું જ નકલી વેચાઈ રહ્યું હોય અને સમાચારના અહેવાલ પ્રસારિત થાય ત્યારે જ તંત્ર જાગતું હોય છે. થોડા દિવસો અગાઉ છડીયાળી ગામે બનાવ બન્યો જેમાં ખેતી વાડી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે જઈ તપાસ કરવામાં આવી હતી.જ્યારે સુરેન્દ્રનગર વિસ્તારમાં એકસાપ્તાહમાં ડુબલીકેટ ખાતર ,બિયારણ ની ત્રીજી વાર ઘટના સામે આવી છે. સાયલા તાલુકાના ધીરુભાઈ ની વાડી ગામ ગુદીયાવાડા, ગોદડભાઈ ની વાડી ગામ ખીટલા, શિરવાણીયા,(ગઢ) જેવા અનેક ગામોમાં ખેડૂતોએ નર્મદા એગ્રો ફર્ટીલાઇઝર વડોદરા નામની કંપની અને ચેમ્પિયન કંપની નુ એજેટો દ્વારા ખાતર ખરીદવામાં આવ્યું હતું. જેમાં આ ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોના ખેતરમાં તમામ છોડ બળી જતાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું હતું. જેના અનુસંધાને ખેડૂતોએ કાલે એકઠા થઈ હર હંમેશને માટે લડતી આમ આદમી પાર્ટીની ટીમ ને જાણ કરતા જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરીયા, દેવકરણભાઈ જોગરાણા તેમજ અન્ય મિત્રો અને ખેડૂતો સાથે રહી ખેતરોમાં રૂબરૂ નિરીક્ષણ કરી ઘોર નિંદ્રા માં સુતેલા તંત્રને જગાડવા સોશિયલ મીડિયા મારફતે વિડીયો વાયરલ કરવામાં આવ્યાં હતાં. ખેડૂતો કહી રહ્યા છે કે દિવસે ને દિવસે હાલ મોંઘવારી માં વધારો થઈ રહ્યો છે ત્યારે આવા નકલી કંપની સામે સરકારે કડકમાં કડક પગલાં લઈ અને તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ખેડૂતોને નુકસાન નું વળતર મળે.

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા, સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.