કુકરવાડા નાગરિક બેંક તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડા ગામમાં રૂપિયા 75000/- નું ફોગીગ મશીન ભેટ આપવામાં આવ્યું - At This Time

કુકરવાડા નાગરિક બેંક તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડા ગામમાં રૂપિયા 75000/- નું ફોગીગ મશીન ભેટ આપવામાં આવ્યું


કુકરવાડા નાગરિક બેન્ક તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડાને રૂપિયા 75000/- નું ફોગીંગ મશીન ભેટ આપવામાં આવ્યું

મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના કુકરવાડા ગામ માં નાગરિક બેન્ક કુકરવાડા તરફથી સોખડા આરોગ્ય કેન્દ્રને ફોગીંગ મશીન ભેટ આપવામાં આવ્યું જેનાથી કુકરવાડા , આનંદપુરા (કુ.) , ઉબખલ , સોખડા , આસોડા આજુબાજુના વિસ્તારમાં ડેન્ગ્યુ , મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગ અટકાયતી કામગીરીમાં મદદરૂપ થશે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડા ના આયુષ મેડિકલ ઓફિસર ડો. રવિભાઈ પટેલ , વિજાપુર તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશભાઈ ચૌહાણ , વિમલભાઈ ચૌધરી , દિવાકરભાઈ પટેલ , કેવલભાઈ પટેલ દ્વારા બેન્કના ચેરમેનશ્રી કીર્તિભાઈ પટેલ , MD શ્રી કીર્તિભાઈ પટેલ ને સાલ ઓઢાડી અને ડીરેકટ રશ્રી ઓ ને પુષ્પ ગુચ્છ આપી ને સન્માન કરવામાં આવ્યું તથા આભાર વ્યક્તિ કરવામાં આવ્યો.
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ
મો 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.