કૃષ્ણસાગર તળાવ ખાતે પાણીમાં ડુબી રહેલા ૨ વ્યક્તિઓનુ રેસ્ક્યુ કરીને મોકડ્રીલ કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું - At This Time

કૃષ્ણસાગર તળાવ ખાતે પાણીમાં ડુબી રહેલા ૨ વ્યક્તિઓનુ રેસ્ક્યુ કરીને મોકડ્રીલ કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું


( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે બોટાદ ખાતે ફ્લડ મોકડ્રીલનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરસાદના કારણે પુર આવવાથી સર્જાતી પરિસ્થિતિ કે પછી જાનમાલની નુકસાનીમા ઘટાડો થાય તેવા હેતુથી બોટાદમાં પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જે અંતર્ગત કૃષ્ણસાગર તળાવ ખાતે સવારે ૨ વ્યક્તિઓ ડુબતા હોવાનું સ્થાનિક વ્યક્તિઓ દ્વારા જાણવા મળ્યું હતું. રેસ્ક્યુ કોલ મળતા લાયઝન અધિકારીશ્રી, ઈન્સીડન્ટ કમાન્ડરશ્રી, ફાયર વિભાગની ટીમ તથા મેડીકલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પાણીમાં ડુબી રહેલા ૨ વ્યક્તિઓનુ ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કરેલા વ્યક્તિઓને હાજર મેડીકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જો કે વધુ સારવાર માટે “૧૦૮ એમ્બ્યુલન્સ”ની મદદથી સોનાવાલા હોસ્પિટલ, બોટાદ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ તકે દરેક વિભાગનો ટાઈમ રીસ્પોન્સ, વિભાગીય સંકલન તેમજ મહત્વના ઈમરજન્સી વિભાગો દ્વારા કરવાની થતી પૂર્વ તૈયારીઓની ચકાસણી કરીને તેની સમીક્ષા કરી, જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં બોટાદ મામલતદારશ્રી (ઈન્સીડન્ટ કમાન્ડર), મદદનીશ તાલુકા વિકાસ અધિકાશ્રી બોટાદ, ફાયર ઓફીસરશ્રી તથા ટીમ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ ટીમ, તાલુકા હેલ્થ ઓફીસર તથા મેડીકલ ટીમ તેમજ અન્ય ગ્રામીણ આગેવાનો હાજર રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.