મુળી ના રામપરડા સ્ટેશન ગામ વિદેશી દારૂ નું એ.પી.સેન્ટર બન્યું? બુટલેગર બેફામ
મૂળી તાલુકાનું રામપરડા [ સ્ટેશન] ગામ વિદેશી દારૂનું એ.પી સેન્ટર બન્યું ?
(મોટી ટ્રકો વતી વિદેશી દારૂ ઠાલવી બૂટલેગરો સુધી પહોંચાડવામાં આવે છે)
મૂળી: ગુજરાતમાં કાગળો પર રહેલી દારૂ બંધી હોવાની પોકળ વાતો દરરોજ છતી થાય છે. ત્યારે ઠેર ઠેર વેચાણ થતા દારૂમાં માત્ર બે પાચ ટકા જ દારૂ ઝડપી પડે છે બાકી તો વધુ એમજ ચાલે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો દારૂના બૂટલેગરો માટેનું હબ બનતો નજરે પડી રહ્યો છે અહી એસ.એમ.સી દ્વારા વારંવાર દરોડા કરી સ્થાનિક જિલ્લા પોલીસ નિષ્ક્રિયતા પણ છતી કરી છે. તેવામાં મૂળી તાલુકાનું રામપરડા (સ્ટેશન) ગામ જિલ્લાનું સૌથી મોટું વિદેશી દારૂનું પીઠું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જિલ્લાનો કોઈપણ બુટલેગર વિદેશી દારૂનો જથ્થો રામપરડા ગામેથી જ મંગાવતા હોવાનું જાણવા મળે છે. રામપરડા ગામે ચાલતા વિદેશી દારૂ કટિંગના કારોબારમાં એક સ્થાનિક બુટલેગર જ સંડોવાયેલ છે અને રાજસ્થાનથી મોટી ટ્રકો વતી અહી દારૂનો મોટો જથ્થો ઠાલવી બાદમાં જુદી જુદી નાની ગાડીઓ થકી થાનગઢ, ચોટીલા, બામણબોર સુધીના આજુબાજુ વિસ્તારોના ગામોમાં નાના બૂટલેગરો અને રિટેલરોને વિદેશી દારૂ પહોચાડવામાં આવી રહ્યો છે.જ્યારે આ દુષણ બાબતે સ્થાનિક રહીશ પોલીસને રજૂઆત કરે કે તરત જ રજૂઆતકર્તાનું નામ બુટલેગર સુધી પહોંચી યેન કેન પ્રકારે દબાવી દેવામાં આવતું હોવાનું પણ જાણવા મળ્યું છે. રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને આવતા ટ્રકો એકાંતરે રામપરડા તથા દુધઈ ગામના સીમાડામાં કટિંગ કરવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે જિલ્લાની સ્થાનિક પોલીસને ખાનગી બાતમી આપ્યા બાદ તુરંત બુટલેગર સુધી નામ લાઈક થવાની ઘટનાઓને લેતા સ્પષ્ટપણે પોલીસ અને બુટલેગરની સાઠગાંઠ હોવાનું શંકા સિવાય છે પરંતુ જિલ્લાને દારૂના દુષ્ણથી મુક્ત કરવાને બદલે દારૂનો વ્યવસાય કરનાર પોલીસની પોલ ગાંધીનગર એસ.એમ.સીના દરોડા બાદ ખુલ્લી પડી જશે તેવા સ્પષ્ટ એંધાણ સર્જાયા છે.
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.