રાહુલની ધમકી મુદ્દે નડ્ડાએ ખડગેને આપ્યો જવાબ:લખ્યું- રાહુલનાં કરતૂત ભૂલી ગયા; કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું- PMએ તેમના નેતાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ - At This Time

રાહુલની ધમકી મુદ્દે નડ્ડાએ ખડગેને આપ્યો જવાબ:લખ્યું- રાહુલનાં કરતૂત ભૂલી ગયા; કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું- PMએ તેમના નેતાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ


ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. નડ્ડાએ લખ્યું છે કે તમે રાહુલ ગાંધી સહિતના તમારા નેતાઓના કરતૂતોને ભૂલી ગયા છો કાં તો તેમને જાણી જોઈને અવગણ્યા છે. ખડગેએ 17 સપ્ટેમ્બરે પીએમ મોદીને લખેલા પત્રનો આ જવાબ છે. જેમાં તેમણે રાહુલ ગાંધીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપનારા ભાજપના નેતાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. જેપી નડ્ડાનો પત્ર, જેમાં પીએમ મોદીને બોલવામાં આવેલા અપશબ્દો ગણાવ્યા નડ્ડાએ કહ્યું- કઈ મજબૂરીમાં તમે રાહુલને સાચા ગણાવી રહ્યા છો
પોતાના પત્રમાં બીજેપી અધ્યક્ષે ખડગેને પૂછ્યું છે કે તમે રાહુલ ગાંધીને સાચા ઠેરવવાની કોશિશ કેમ કરો છો, જે વ્યક્તિનો ઈતિહાસ દેશના વડાપ્રધાન સહિત સમગ્ર ઓબીસી સમુદાયને ચોર કહીને ગાળો આપવાનો રહ્યો છે અને જેની માનસિકતા જાણીતી છે. નડ્ડાએ પત્રમાં એમ પણ લખ્યું છે કે કોંગ્રેસના નેતાઓએ છેલ્લા 10 વર્ષમાં 110થી વધુ વખત વડાપ્રધાન મોદીને ગાળો આપી છે. તો પછી તમારા શબ્દકોશમાંથી રાજકીય શુદ્ધતા, શિસ્ત, શિષ્ટાચાર જેવા શબ્દો કેમ ગાયબ થઈ જાય છે? તમે રાજનૈતિક સચ્ચાઈ માટે બૂમો પાડી રહ્યા છો પરંતુ તમારા નેતાઓનો તેનો ઉલ્લંધન કરવાનો ઈતિહાસ છે. આવું બેવડું વલણ કેમ? તેમણે લખ્યું - "જો હું ઉદાહરણો ગણવાનું શરૂ કરું, તો તમે પણ જાણો છો કે તેના માટે એક અલગ પુસ્તક લખવું પડશે. તમે આ કેવી રીતે ભૂલી શકો ખડગે જી? ખડગેએ પીએમ મોદીને લખ્યું હતું- તમારા નેતાઓને રોકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિવસ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ તેમને અભિનંદન આપ્યા બાદ પત્ર લખ્યો હતો. જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ નફરતભર્યા ભાષણ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ખડગેએ લખ્યું- 'ભાજપ અને સહયોગી પક્ષોના નેતાઓ રાહુલ ગાંધી માટે સતત વાંધાજનક અને હિંસક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. આપને વિનંતી છે કે આવા નેતાઓ પર લગામ લગાવો. રાહુલ વિરુદ્ધ ભાજપ અને તેના સહયોગી પક્ષોના નેતાઓના 3 નિવેદનો... 1. તરવિંદર સિંહ મારવાહઃ 11 સપ્ટેમ્બરે બીજેપીએ દિલ્હીમાં રાહુલ ગાંધીના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન બીજેપી નેતા તરવિંદર સિંહ મારવાહ પર રાહુલને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો હતો. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આ બહુ ગંભીર બાબત છે. આ ભાજપની નફરતની ફેક્ટરીની ઉપજ છે. આ અંગે પગલાં લેવા જોઈએ. 'રાહુલ ગાંધી, થોભો, નહીં તો ભવિષ્યમાં તમે પણ તમારી દાદી જેવી જ સ્થિતિનો સામનો કરશો. - તરવિંદર સિંહ, ભાજપ નેતા 2. કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુઃ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રવનીત સિંહ બિટ્ટુએ 15 સપ્ટેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આતંકવાદી કહ્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ભારતીય નથી. તે ભારતને પ્રેમ પણ નથી કરતા. રાહુલે પહેલા મુસલમાનોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેમ ન થયું ત્યારે હવે તે શીખોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે. જે પણ તેમને પકડે છે તેને ઈનામ મળવું જોઈએ કારણ કે તેઓ દેશના સૌથી મોટા દુશ્મન છે. દેશની એજન્સીઓએ તેમના પર નજર રાખવી જોઈએ. હકીકતમાં, રાહુલ ગાંધીએ અમેરિકામાં કહ્યું હતું કે ભારતમાં શીખ સમુદાયમાં ચિંતા છે કે શું તેમને પાઘડી અને કડા પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં. કોંગ્રેસનો જવાબઃ કેન્દ્રીય મંત્રીના નિવેદન પર પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે જેણે રાહુલ ગાંધીની સામે જઈને પોતાની રાજકીય કારકિર્દી બનાવી છે, તે સત્તાના લોભમાં વિરોધીઓના ખોળામાં બેસીને સસ્તા નિવેદનો આપી રહ્યા છે. 3. સંજય ગાયકવાડઃ 16 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના બુલઢાણાના ધારાસભ્ય સંજય ગાયકવાડે કહ્યું હતું કે, 'રાહુલ ગાંધી પછાત વર્ગો અને આદિવાસીઓનું આરક્ષણ ખતમ કરવા માગે છે. આ માટે તેમને ઈનામ આપવામાં આવશે, જે કોઈ રાહુલની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયા આપવામાં આવશે. સંજયે એમ પણ કહ્યું કે કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં બંધારણ ખતરામાં હોવાનું નકલી નિવેદન કરીને મત મેળવ્યા હતા. આજે તેઓ અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે. કોંગ્રેસ પછાત વર્ગો, ઓબીસી અને આદિવાસીઓનું અનામત ખતમ કરવા માગે છે. સંજય વિરુદ્ધ બુલઢાણામાં FIR નોંધવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.