જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ અને APMC બોટાદ દ્વારા 31 જોખમી સગર્ભા સ્ત્રીઓને પોષણયુક્ત કીટ વિતરણ કરવામાં આવ્યું - At This Time

જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ અને APMC બોટાદ દ્વારા 31 જોખમી સગર્ભા સ્ત્રીઓને પોષણયુક્ત કીટ વિતરણ કરવામાં આવ્યું


(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા તેમજ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોટાદના સહયોગથી બોટાદના ગ્રામ્ય વિસ્તાર તુરખા , સરવા, ભદ્રાવડીમા વસતા 31 જેટલી બહેનો જે ગર્ભાવસ્થા દરમિયાન જોખમી પ્રકારનું નિદાન થઈ આવતા આવા દર્દીઓને પોષણયુક્ત કીટ વિતરણ કરવામાં આવ્યું. ડીલવરી દરમિયાન આવનાર બાળક તંદુરસ્ત રહે એ માટે આવા દર્દીઓ શોધીને તેઓને એક કીટ જેમાં (1 કિલો મગ,1કિલો ગોળ,500 ગ્રામ ખજૂર,1 કિલો શીંગદાણા,1 નંગ ટોપરું તેમજ પ્રોટીન પાવડરનો એક ડબ્બો અંદાજિત કિંમત 600₹) કીટ બનાવી આપવામાં આવી સમગ્ર તુરખા સરવા ભદ્રાવડીમાંથી આવા 31 દર્દીઓને કીટ વિતરણ કર્મચારીઓના સાથ અને સહકારથી આપવામાં આવ્યું.
સગર્ભા માતાઓને કીટ વિતરણ કાર્યક્રમમાં APMC બોટાદના ચેરમેન અને તુરખા ગ્રામ સરપંચશ્રી મનહરભાઈ માતરિયા,ગ્રુપ પ્રમુખશ્રી ચંદુભાઈ સાવલિયા,ફેડરેશન આઈપીપી કેતનભાઇ રોજેસરા,યુનિટ ડાયરેકટર સી. એલ.ભિકડિયા,સેક્રેટરી દીપકભાઈ માથુકિયા, ઈશ્વરભાઈ ત્રિવેદી સભ્યશ્રી તાલુકા પંચાયત,લાલજીભાઈ કળથીયા,રાજુભાઈ ડેરૈયા,મુકેશભાઈ જોટાણીયા, પ્રોજેક્ટ ચેરમેન ડો.પરેશભાઈ દરજી,કુંવરજીભાઈ ભરવાડ,લલીતભાઈ ત્રિવેદી, મનીષભાઈ ભાલાણી,ભરતભાઈ ગોહિલ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ, તુરખા ગામના ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં સગર્ભા બહેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image