શ્રેષ્ઠ કામગીરી બદલ રાજુલા તાલુકાના આરોગ્ય કર્મચારીઓને સન્માનિત કરાયા
યોગેશ કાનાબાર રાજુલા
શ્રેષ્ઠ કામગીરી બદલ રાજુલા તાલુકાના આરોગ્ય કર્મચારીઓને સન્માનિત કરાયા
અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ અન્વયે સેવા,સન્માન અને ગૌરવ કાર્યક્રમમા આરોગ્યના વિવિધ પ્રોગ્રામમા કે પ્રવૃતિઓમાં બેસ્ટ કામગીરી કરનાર આરોગ્ય સ્ટાફને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.જેમા રાજુલા તાલુકાના ૪ આરોગ્ય કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાતા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા સહિતની સમગ્ર હેલ્થ ટીમ દ્વારા કરાતી કામગીરીની નોંધ લેવાઈ હતી.
વર્ષ ૨૦૨૩ મા રાજુલા તાલુકાના ખેરા પ્રા.આ.કેન્દ્રમા આરોગ્યના તમામ પ્રોગ્રામનુ મોનીટરીંગ,સુપરવિઝન અને ટાર્ગેટ પૂર્ણ કરવા માટે તેમજ વિસ્તારમાં સઘન આરોગ્ય શિક્ષણ આપવા બદલ મેઈલ સુપરવાઈઝર ભનુભાઈ લાડુમોર,પોતાના વિસ્તારમાં ફેમીલી પ્લાનિંગની ખુબજ સારી કામગીરી કરવા બદલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર રાજુભાઈ જોષી અને દિનેશભાઈ મહિડા તેમજ આશા તરીકે રાજુલા તાલુકામા શ્રેષ્ઠ કામગીરી કરનાર મીનાબેન વાઘનુ મોમેન્ટો આપી સન્માન કરાયુ હતુ.
જો કોઈ કાર્ય તમે દ્રઢ નિશ્ચયથી કરો તો તે કામ જરૂરથી સફળ થાય છે તે એક ઉદાહરણ સ્વરૂપે જીલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા દ્વારા જણાવી પીડીઆઈમા કરેલ કામગીરીને બિરદાવી હતી તેમજ શ્રેષ્ઠ આરોગ્ય સેવા આપવાથી લોકોની આરોગ્ય સુવિધામાં વધારો કરી શકાશે તેવુ જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રશ્મિકાંત જોષી દ્વારા જણાવેલ જયારે લોકોને આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહે તે માટે એક ટીમ વર્કથી ઉત્સાહપૂર્વક કામ કરવા માટે આર.સી.એચ.ઓ.ડૉ.એ.એસ.સાલવી દ્વારા જણાવી સમગ્ર ટીમને સારી કામગીરી બદલ અભિનંદન આપેલ.
આ કાર્યક્રમમા જીલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા,મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.એમ.જોષી,આર.સી.એચ.ઓ. ડૉ.એ.એસ.સાલવી,ઈ.એમ.ઓ. ડૉ.એ.કે.સિંઘ,કવોલિટી એમ.ઓ. ડૉ.આર.કે.જાટ,તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ,મેડિકલ ઓફિસરોશ્રીઓ અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.