રાજકોટ કલેક્ટરે અવસર લોકશાહીનો’ નામની EVM નિદર્શન વાનને લીલીઝંડી આપી, ગ્રામ્ય વિસ્તારનાં લોકોને મતદાનનું માર્ગદર્શન અપાશે
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2014 અંતર્ગત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા અને મતદાર જાગૃતિ અર્થે ખાસ ઇ.વી.એમ. નિદર્શન વાન ફાળવવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં એક અને રાજકોટ શહેરમાં એક મળીને કુલ બે રથ અપાયા છે. આજરોજ ઇન્ચાર્જ કલેક્ટર દેવ ચૌધરીએ અવસર લોકશાહીનો નામની વાનનું લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વાન દ્વારા ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરના પછાત વિસ્તારોમાં રહેતા લોકોને મતદાન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.