કોઠારિયા સોલવન્ટમાં રઘુવીર ટ્રેડિંગ કારખાના પાછળથી 54 બોટલ દારૂ રેઢો મળ્યો: બૂટલેગર ફરાર
રાજકોટમાં દારૂનું દૂષણ અટકવાનું નામ જ લઈ રહ્યું ન હોય તેવી રીતે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાંથી બોટલો પકડાઈ રહી છે. આવો જ એક દારૂનો જથ્થો આજીડેમ પોલીસે કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા રઘુવીર ટ્રેડિંગ નામના કારખાના પાછળ રેઢો પડેલો 54 બોટલ દારૂ પકડી પાડ્યો છે.
જો કે બૂટલેગર હાથમાં આવ્યો ન હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આજીડેમ પોલીસ મથકના કોન્સ્ટેબલ પ્રદીપસિંહ કનકસિંહ ગોહિલે ઉપરોક્ત સ્થળે દારૂ પડ્યો હોવાની બાતમી મળતા જ દરોડો પાડ્યો હતો જ્યાંથી અલગ-અલગ બ્રાન્ડની 54 બોટલ મળી આવી હતી જેની કિંમત 27000 રૂપિયા જેટલી થવા જાય છે. તપાસ કરતા દારૂનો આ જથ્થો ત્યાં જ રહેતા મનિષ પોપટભાઈ પરમારનો હોવાનું ખુલતાં તેની સામે ગુનો નોંધી પકડી પાડવા તજવીજ શરૂ કરાઈ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
