બાયડ નગરપાલિકાના રાજ માં ગંદકીનો ઉપદ્રવ. - At This Time

બાયડ નગરપાલિકાના રાજ માં ગંદકીનો ઉપદ્રવ.


બાયડ આંબેડકર ચોકના રહીશો માટે નગરપાલિકા છે કે નહીં એ પ્રશ્ન ઊભો થયો છે.

બાયડ આંબેડકર ચોક ની આજુબાજુમાં અનુસૂચિત જાતિ તેમજ લઘુમતી સમાજના લોકો રહે છે.

બાયડ આંબેડકર ચોક ના વિકાસની વાતો કરવામાં આવે તો કેવા પ્રકારનો વિકાસ થયો છે એની એક ઝલક બતાવવામાં આવી રહી છે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી ગટર લાઈન એક નંબરની સાબિત થઈ છે.

બીજી જો વાત કરવામાં આવે તો વારાસી નદી કાદવ કિચડ થી ભરેલી દુર્ગંધ મારે છે પાણીનો પ્રવાહ જઈ શકે તેવી બિલકુલ હાલત નથી કચરો તેમજ કાદવના ઠગ થઈ ગયેલા છે.
આંબેડકર ચોકના આગળના વિસ્તારમાં શૌચાલય બનાવવામાં આવ્યું છે શુભમ ફાઉન્ડેશન દ્વારા શોભાના ગાંઠિયા સમાન બન્યું છે આ શૌચાલયમાં એટલી ખરાબ દુર્ગંધ મારે છે પાણી બહાર નીકળે છે લોકો ત્રાહિમામ બન્યા છે વારાસી નદી પેક થઈ ગઈ છે પણ બાયડ નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી.
અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે ઉપવાસ કરવામાં આવે છે ધરણા કરવામાં આવે છે 15 વર્ષથી સતત રજૂઆતો કરીને થાકી ગયા છે પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છે.
આપને બતાવવામાં જે દ્રશ્યો આવ્યા છે તેમાં આપ જોઈ શકો છો કે કાદવ કિચડથી વરાસી નદી પેક થઈ ગઈ છે સૌચાલયની હાલત કંડમ છે ગટરો ઉભરાય છે એનું પાણી આંબેડકર ચોકમાં પ્રવેશ કરે છે કચરાપેટી નો ડબ્બો ઓવર ફ્લો થઈને નીચે કચરાના ઢગ થયા છે છતાંય કોઈ જોવા વાળું વ્યક્તિ નથી

આવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર કેમ ચૂપ છે બાયડ નગરપાલિકામાં વહીવટ કરતા જ કોઈના હોય તેવી પરિસ્થિતિ આવી છે રજૂઆત કરવી તો કોને કરવી રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી

એવું તે કેવું ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું છે કે બધી જ ગટરો ઉભરાઈ ગઈ છે રજૂઆત કરવામાં આવે તો એવો જવાબ મળે છે કે ગટરનું પાણી આગળ જઈ શકતું નથી એ માટે જવાબદાર કોણ પ્રજા કે નગરપાલિકા બાયડ. આંબેડકર ચોકમાં અનુસૂચિત જાતિ તેમજ લઘુમતી સમાજની વસ્તી હોવાથી તંત્ર ધ્યાન દોરતું નથી કે શું અનેક સવાલો ઉભા થયા છે

આંબેડકર ચોકમાં વર્ષની અંદર અનેક કાર્યક્રમો થાય છે.આંબેડકર ચોકમાં આવેલી આંગણવાડી નાના નાના ભૂલકાઓ રોજ આવે છે આંગણવાડીની આજુબાજુનો જે વિસ્તાર છે ગંદકીથી ભરેલો છે બાળકો રોગના ભોગ બને તેવી પરિસ્થિતિ સર્જાય એમ છે.હવે ચોમાસુ નજીક આવી રહી છે વરસાદી પાણી નદી પેક હોવાના કારણે ઘરોમાં પ્રવેશે તો નવાઈની વાત નહિ.માટે તંત્ર દ્વારા ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી તેવી અહીંના રહીશોની માંગ છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.