ફટાકડાના ફાયર NOCની કામગીરી ઢીલી, 212માંથી માત્ર 67 અરજી મંજૂર - At This Time

ફટાકડાના ફાયર NOCની કામગીરી ઢીલી, 212માંથી માત્ર 67 અરજી મંજૂર


દિવાળી આડે 12 દી’ છતાં 145 અરજીની સ્થળ તપાસ બાકી

દિવાળીના તહેવારો આડે હવે માત્ર 11 દિવસ જ બાકી છે ત્યારે રાજકોટ મનપા દ્વારા ફાયર એનઓસીની પ્રક્રિયા તેજ કરાઇ છે. જોકે રાજકોટ શહેરમાં ફટાકડાના 100થી વધુ સ્ટોલ ખૂલી ગયા છે ત્યારે હજુ સુધી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ફાયર એનઓસીની 67 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે 145 અરજીઓની સ્થળ તપાસ હજુ પણ બાકી છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ અધિકારીઓ પણ ફાયર એનઓસીમાં નિયમોના કડક પાલનનો આગ્રહ રાખી રહ્યા હોય ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછા ફાયર એનઓસી ઇસ્યૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.