રાજકોટ ઉત્તરાયણના પર્વ નિમિત્તે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ઈજાગ્રસ્તોને સારવાર આપવા સજ્જ. - At This Time

રાજકોટ ઉત્તરાયણના પર્વ નિમિત્તે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ઈજાગ્રસ્તોને સારવાર આપવા સજ્જ.


રાજકોટ શહેર તા.૯/૧/૨૦૨૫ ના રોજ સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણના પર્વમાં પતંગ મહોત્સવની ઉજવણીની ૧૪ અને ૧૫ જાન્યુઆરીએ ઉત્સાહભેર તૈયારી થઇ રહી છે, જે અન્વયે થનારા સંભવિત અકસ્માતો દરમ્યાન તાત્કાલિક સારવાર પુરી પાડવા માટે ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પણ સજ્જ રહેશે. ઉત્તરાયણ દરમ્યાન ગત વર્ષે ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વીસીઝમાં ૧૪ જાન્યુઆરીએ ૨૪.૦૮% અને ૧૫ જાન્યુઆરીએ ૧૭.૬૨% જેટલા ઈમરજન્સી કોલ્સનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ગત પાંચ વર્ષની ૧૦૮ની કામગીરીનું વિશ્લેષણ જોઇએ તો સામાન્ય દિવસોમાં આવતા કોલ્સની સરખામણીએ ઉત્તરાયણના દિવસે સરેરાશ ૨૪ ટકા જેટલા વધુ કોલ્સ ૧૦૮માં આવતા જોવા મળ્યા છે. આ ઉપરાંત સામાન્ય દિવસોમાં પડી જવાના ૨૦૦ કેસ તેમજ ઉત્તરાયણ પર્વ પર ૩૯૯ કેસ, શારીરિક હુમલાઓ થવાના સામાન્ય દિવસોમાં ૧૨૧ કેસો અને પર્વ પર ૪૦૨ કેસ, ક્રશ ઇન્જરીના સામાન્ય દિવસો પર ૧૩ કેસ જયારે પર્વ પર ૧૪૪ કેસ અને અકસ્માતના ૩૮૮ અને પર્વ પર ૧૦૩૮ સામાન્ય દિવસોમાં થતા વાહન અકસ્માતોના ૪૪૨ કેસ અને પર્વ પર ૯૭૯ કેસ આવવાની સંભાવના છે. સામાન્ય દિવસોમાં ૧૦૮ને અંદાજે દરરોજ ૩૬૦૦ કોલ આવતા હોય છે. જે ૧૪ જાન્યુઆરીએ ૪૯૧૨ કોલ્સ અને ૧૫ જાન્યુઆરીએ ૪૫૬૩ કોલ્સ આવવાની સંભાવના ૧૦૮એ વ્યક્ત કરી છે. અને આ મુજબની વ્યવસ્થા માટે ૧૦૮ ઈમરજન્સી સેવાઓથી સજ્જ બની છે. પર્વ પર સંભવિત વધતા કોલ્સ વોલ્યુમને સંભાળવા માટે ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર તથા સમગ્ર ઓપરેશનની દેખરેખ અને સંકલન માટે સુપરવાઈઝર સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.