ગણતરીની કલાકોમાં જ ખોવાયેલ મોબાઈલ પરત અપાવતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન - At This Time

ગણતરીની કલાકોમાં જ ખોવાયેલ મોબાઈલ પરત અપાવતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન


બોટાદ જિલ્લામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બની સેવા કરવા સુચના આપેલ જે સુચનાની અમલવારી બોટાદ નેત્રમ દ્વારા કરાવવામાં આવી રહેલ છે.તા.૨૪/૦૬/૨૦૨૪ ના રોજ એક અરજદાર બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવેલ કે તા.૨૪/૦૬/૨૦૨૪ ના સાંજના ક.૧૬/૩૦ થી ક.૧૭/૦૦ વાગ્યાના અરસામાં અરજદાર બોટાદ મસ્તરામ મંદિર પાસેથી રીક્ષામા બેસી પાળીયાદ રોડ તરફ ઘરે જતા હતા ત્યારે શરતચુકથી પોતાનો સેમસંગ કંપનીનો મોબાઈલ રીક્ષામા ભુલી ગયેલ. ત્યારબાદ મોબાઈલની ઘણી શોધખોળ કરવા છતાં મળી આવેલ નથી, તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને થતા નેત્રમ ટીમ દ્વારા બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી રીક્ષાનો રજી.નં. GJ-06-AY-3666 શોધી ટેકનિકલ એનાલિસિસથી રીક્ષા ચાલકને શોધી અરજદારને મોબાઈલ પરત અપાવી આગળની ધોરણસરની કાર્યવાહી માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનાઓને સોંપેલ. આમ, ગણતરીની કલાકોમાં જ અરજદારને પોતાનો મોબાઈલ પરત મળી જતા બોટાદ જીલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.