કોમર્સ કોલેજ - અમરેલીમાં" અઝાદીકા અમૃત મહોત્સવ" અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન. પ્રા.જે.એમ.તલાવીયાનું માર્ગદર્શન અને સંકલન. - At This Time

કોમર્સ કોલેજ – અમરેલીમાં” અઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન. પ્રા.જે.એમ.તલાવીયાનું માર્ગદર્શન અને સંકલન.


કોમર્સ કોલેજ - અમરેલીમાં" અઝાદીકા અમૃત મહોત્સવ" અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન.

પ્રા.જે.એમ.તલાવીયાનું માર્ગદર્શન અને સંકલન.

અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં તા.૧૩/૦૮/૨૦૨૨ ને શનિવારના રોજ " અઝાદીકા અમૃત મહોત્સવ " ની ઉજવણીના ભાગ રૂપે ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું સુંદર સંકલન સાથે આયોજન થયું હતું. જેમાં ; ચિત્ર સ્પર્ધામા પ્રથમ સરવૈયા રાધિકા, દ્વિતીય
ઝાપડિયા શીતલ અને તૃતીય વનરા વિવેકે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ડેર અજય, દ્વિતીય મોહિની જાની અને તૃતીય ભારતી ચૌહાણ, જતીન રાઠોડ અને જહાંનવી મકવાણાએ સ્થાન પ્રાપ્ત કર્યા હતા. નિબંધ સ્પર્ધામાં પ્રથમ ધાધલ ક્રિષ્ના, દ્વિતીય અમરેલીયા એકતા અને તૃતીય ગોહિલ ધ્રુવંશીએ સ્થાન પ્રાપ્ત કર્યા હતા. જ્યારે રંગોળી સ્પર્ધામા પ્રથમ સ્થાન પડીયા ઈશાએ પ્રાપ્ત કર્યું હતું.
આ ઉપરાંત કોલેજ કેમ્પસમાં ભારત માતાની રંગોળી પૂનમ દેસાઈ, સોનાલી ટાંક, નેંસી ગાંગડીયા અને મિતિશા બોદરે તૈયાર કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.પી.કે.ત્રિવેદીએ સૌને અભીનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રા.જે.એમ.તલાવીયાના માર્ગદર્શન નીચે ફેકલ્ટી મેમ્બર પ્રા.નિકિતાબેન પંડયા અને પ્રા.હીનાબેન જોશીએ જહેમત ઉઠાવી હતી. વિવિધ સ્પર્ધઓમાં નિર્ણાયક ગણ માટે પ્રા.ડો.જે.ડી.સાવલિયાએ સંકલન કર્યું હતું, જેમાં પ્રા.ડો.એ.જી.પટેલ, પ્રા. ભારતીબેન ફીણવિયા, પ્રા.ડો.મહેશભાઈ પટેલ, પ્રા.વિપુલભાઈ બાળધા અને પ્રા.વાય.એચ. ઠાકરે તેમની અમૂલ્ય સેવાઓ આપી હતી. પ્રા.વિપુલભાઈ બાળધાએ વિદ્યાર્થીઓને વિશિષ્ટ પ્રોત્સાહન મળે તેવા હેતુથી અંગત રીતે ઇનામો જાહેર કર્યા હતા તેમ આઈ.કયું.એ.સી. કોઓર્ડિનેટર પ્રા.ભારતીબેન ફીણવીયાએ જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.