ગમાપીપળીયા ગામે નદી કિનારે સ્કંદપુરાણમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકૃતિ ના ખોળે સત્યનારાયણ કથા યોજાય
ગમાપીપળીયા ગામે
નદી કિનારે સ્કંદપુરાણમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકૃતિ ના ખોળે સત્યનારાયણ કથા યોજાય
બાબરાના ગમાપીપળીયા ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા સ્કંદપુરાણમાં બતાવ્યા કથા નદી કિનારે, દેવાલયમાં, કે કોઈ તીર્થક્ષેત્રે કરવાનું મ્હાત્મય બતાવ્યું છે તે પ્રમાણે દર વર્ષે નદી કિનારે કુદરતી સૌન્દર્યમાં સત્યનારાયણનું પૂંજા તેમજ વરૂણદેવનું પૂજન ગામના શાસ્ત્રી હરેશદાદા ત્રિવેદી દ્વારા કરાવવામાં આવ્યું.અને પૂજનમાં ગામજનો શાહિલભાઈ પાનશેરીયા અને જયસુખભાઈ પાંભર સહભાગી બન્યા. તેમજ કથામાં બોખલા હનુમાનજી દાદાની જગ્યાના મહંતશ્રી અને ભવનાથ મંદિરના પુજારી ભારથીબાપુએ કથામાં લાભ લીધો.સત્યનારાયણ કથાનું રસપાન ગામમાંથી નાના બાળકો, બાલિકાઓ, ભાઈઓ, બહેનો, તેમજ માતાઓ બહોળી સંખ્યામાં લાભ લે છે.અને સત્ય નારાયણ કથા સાંભળી પ્રસાદ લઈને ઈશ્વરની કૃપાનો આનંદ માણે છે..ભાનુભાઈ પાનશેરીયા ગમા પીપળીયાની યાદીમાં જણાવે છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.