વર્લ્ડકપની મેચ પર સટ્ટો રમતાં બે શખ્સોને દબોચતી ક્રાઇમ બ્રાન્ચ - At This Time

વર્લ્ડકપની મેચ પર સટ્ટો રમતાં બે શખ્સોને દબોચતી ક્રાઇમ બ્રાન્ચ


બ્રાહમણીયાપરામાં વર્લ્ડકપની મેચ પર સટ્ટોરમતાં ધર્મેશ અને દિગ્વિજયસિંહ ચુડાસમાને ક્રાઇમ બ્રાન્ચે દબોચી બે મોબાઇલ કબ્જે કર્યા હતાં. જ્યારે પૂછપરછમાં તેમને લાઇન આપનાર રાજકોટના શખ્સનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વાય.બી.જાડેજાની રાહબરીમાં એએસઆઈ બલભદ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી અને મહીપાલસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો
ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે પાણીના ધોડા પાસે બ્રાહમણીયાપરા શેરી નં 15/16 ના ખુણે રહેતાં ધર્મેશ મોણીયાના મકાનની ડેલી પાસે બે શખ્સો વિશ્વકપ ક્રિકેટ-2023 ચાલતો હોય તેમાં ચાલતી ઈંગ્લેન્ડ અને અફઘાનીસ્તાનની મેચમાં પોતાના મોબાઇલ ફોનમા રન ફેરના ક્રિકેટ મેચનો સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે બંને શખ્સોને પકડી તેના મોબાઈલ ફોન કબ્જે કરી તેનું નામ પૂછતાં ધર્મેશ જગદીશ મોરાણીયા (ઉ.વ.32) જણાવ્યું હતું અને તેના મોબાઈલમાં ચેક કરતાં Rajveerspeed7777. com નામની ઓનલાઇન આઇ.ડી. ખુલેલ જોવામાં આવેલ જેમાં ઇંગ્લેન્ડ અને અફઘાનીસ્તાન વચ્ચે ચાલતી મેચનું લાઇવ સેસન ચાલુ હતું.
તેમજ મોબાઈલ નં.9851000092 અને 9852000092 ઉપર અવાર-નવાર કોલ થયેલ હોવાનું કોલ હિસ્ટ્રીમાં બતાવતું હોય જે અને પૂછપરછ કરતાં તે નંબર પોતાની સાથે રહેલ દિવ્યરાજસિંહ દિગ્વિજયસિંહ ચુડાસમાના કહેવા પ્રમાણે રન ફેરના સોદાઓ લખાવતો હોવાનુ કબુલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે બંને શખ્સોની ધરપકડ કરી બે મોબાઈલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરતાં તેમને સટ્ટો રમવાની લાઇન રાજકોટના જ એક બુકીએ આપ્યાનું ખુલતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.