પવન સાથે વરસાદ આવતા વાવાઝોડા જેવી સ્થિતિ
આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભચાઉ તાલુકાના અનેક ગામોમાં ફરીવાર મેઘરાજાએ કમોસમી બેટિંગ શરૂ કરી હતી લાકડિયા પંથકમાં જોરદાર પવન ફૂંકાયો હતો અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાંખ્યું છે.
ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ ચાલુ થયો હતો. ત્યારે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
ભર ઉનાળે માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ભર ઉનાળામાં માવઠું થતાં ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.
અને ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થતાં બાઈક અને કાર પર પડતા વાહનોને નુકસાન થયું હતું.
હવામાન વિભાગ દ્વારા આગામી 2 મે થી 5 મે સુધી ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.