વ્‍યાજખોરીથી ત્રાસેલા ગાંધીગ્રામના રવીએ સી.પી. કચેરીના ગેઇટ પાસે દવા પીધી - At This Time

વ્‍યાજખોરીથી ત્રાસેલા ગાંધીગ્રામના રવીએ સી.પી. કચેરીના ગેઇટ પાસે દવા પીધી


ગાંધીગ્રામ ધરમનગર કવાર્ટરમાં રહેતા યુવાને રૂા. ૨૦ હજાર સામે ૮૦ હાજર ચૂકવ્‍યા છતાં વધુ પૈસાની માંગણી કરનારા વ્‍યાજ ખોરોથી ત્રાસી યુવાને પોલીસ કમીશનર કચેરીના ગેઇટ પાસે દવા પી લેતા એ-ડીવીઝન પોલીસે વ્‍યાજખોરો સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ મૂળ જામનગર હાલ ગાંધી ગ્રામ દામનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા રીક્ષાચાલક રવી નેવલદાસભાઇ પ્રીતમાણી (ઉવ.૩૪)એ એ-ડીવીઝન પોલીસ મથકમાં મવડી ચોકડી પાસે વિનાયકનગરના શની ટાંક સામે ફરિયાદ નોંધાવી છે. રવી પ્રેતમાણીએ ફરિયાદમાં જણાવ્‍યું છે,કે, પોતે અહીં એકલો રહે છે અને રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. છ એક મહિના પહેલા પોતાની સાથે રીક્ષા ચલાવતા શની પાસેથી એસ.ટી. બસસ્‍ટેશન પાસે હતી. ત્‍યારે તેની પાસેથી ૨૦ હજાર લીધા હતા અને તેના વ્‍યાજ લેખે રોજના રૂા.૫૦૦ પોતે આપતો હતો આ રીતે પોતે તેને રૂા.૮૦ હજાર જેટલા આપી દીધા હતા. તેમ છતા શની પોતાની પાસે રોજના પાંચસો વ્‍યાજ માંગતો હતો. અને આ પૈસા માટે પોતાને અવારનવાર હેરાન પરેશાન કરતા હોઇ જેથી ગઇકાલે પોતે પોલીસ કમિશનર કચેરી પાસે ઝેરી દવા પી લેતા પોતાને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતા એ-ડીવીઝન મથકના હેડ કોન્‍સ કે.જે. વીરસોડીયા સહિત હોસ્‍પિટલે પહોંચી રવીની ફરિયાદ પરથી શની ટાંક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.