સી.આર.સી મોટા દેવળીયા કલ્સ્ટરની તમામ શાળાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 યોજાયું
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી પ્રેરિત સી.આર.સી મોટા દેવળીયા કલ્સ્ટરની તમામ શાળાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 યોજાયું. જેમાં કલસ્ટરની તમામ શાળાઓના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની મુખ્ય થીમ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી" અંતર્ગત પાંચ પેટા વિભાગોમાં અલગ અલગ શાળાના બાળકોએ પોતપોતાની કૃતિ રજૂ કરી હતી. પાંચેય વિભાગમાંથી શ્રેષ્ઠ કૃતિ આગામી સમયમાં તાલુકા કક્ષાએ મોટા દેવળીયા કલસ્ટર વતી પ્રતિનિધિત્વ કરશે. યજમાન શાળા શ્રી ફુલઝર પ્રાથમિક શાળા હતી. આ તકે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું સંપૂર્ણ સંચાલન મોટા દેવળીયા સી.આર.સી કો-ઓર્ડીનેટર મયુરભાઈ રાદડિયા દ્વારા ખૂબ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને આ તકે પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ભેટ આપી અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.