મહિલા કૉલેજ,પાલિતાણામાં કેન્દ્રીય સંસ્કૃતવિશ્વવિદ્યાલય દ્વારા સંસ્કૃત શિક્ષણ કેન્દ્રનો ઉદ્ઘાટન તથા પ્રમાણપત્ર વિતરણ સમારોહ
મહિલા કૉલેજ,પાલિતાણામાં કેન્દ્રીય સંસ્કૃતવિશ્વવિદ્યાલય દ્વારા સંસ્કૃત શિક્ષણ કેન્દ્રનો ઉદ્ઘાટન તથા પ્રમાણપત્ર વિતરણ સમારોહ
શ્રી પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી પી.એન.આર.શાહ મહિલા કૉલેજ તથા શ્રી સતુઆબાબા બી.સી.એ કૉલેજ કેન્દ્રનો સંયુક્ત કેન્દ્રીય સંસ્કૃતવિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત સંસ્કૃત શિક્ષણ કેન્દ્રનો ઉદ્ઘાટન સમારોહ તથા પ્રમાણપત્રીય વિતરણ સમારોહ તા.23 ડિસેમ્બર, 2023 ને શનિવારના રોજ સવારે 9.00 કલાકે સંસ્કૃત વર્ગમાં યોજાયો.જેમાં કેન્દ્ર સંયોજક ડૉ.પંકજ ત્રિવેદી મહોદય,કેન્દ્ર શિક્ષક શ્રી અમરસિંહ રાઠૌડ મહોદયની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થનાથી કર્યો.Ncc કેડેટ ક્રિષ્ના ખસિયાએ શાબ્દિક સ્વાગત કર્યું. કેન્દ્રસંયોજક ડૉ. પંકજ ત્રિવેદી મહોદયે સંસ્કૃતમય જીવન બનાવવા માટે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું. દરેક ક્ષેત્રનું મૂળ સંસ્કૃતભાષા છે એ થકી પોતાના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય તે માટે સંસ્કૃતભાષાને આત્મસાત્ કરવાનું માર્ગદર્શન આપ્યુ. આ પ્રસંગે મહિલા કૉલેજના N.c.c યુનિટનાં કેડેટ્સ વિશેષ ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો.NCC ના કેડેટ તથા સિનિયર કેપ્ટન મયૂરી સોંડાગરે સંસ્કૃતમાં સંચાલન કરી દરેક કેડેટ અને વિદ્યાર્થીઓમાં ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું.NCC ના CEO પ્રફુલાબહેન ગવળી પ્રોત્સાહન આપી કેડેટને સહકાર આપ્યો. પલિતાણા નગરમાં સંસ્કૃતભાષાનો પ્રચાર-પ્રસાર જન જન સુધી પહોંચે એ સંકલ્પ સાથે સંસ્કૃત શિક્ષણ કેન્દ્રમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા.જેમાં વિદ્યાર્થીઓ,ગૃહિણી,કામદાર તથા પ્રાધ્યાપકગણે આ કોર્સ કરી સંસ્કૃતભાષામાં પોતાનું જીવન સાફલ્ય બનાવવા પ્રયાસ કર્યો. જ્હાન્વી ઉપાધ્યાયે પોતાના બે વર્ષીય પાઠયક્રમનો અનુભવ વ્યક્ત કરી આજીવન સંસ્કૃતસેવાર્થી બનવાનો દ્રઢ નિશ્ચય કર્યો.કૃપાલી કામળિયા,દિલશાદ પાટડિયા,દર્શના ચૌહાણ,કૃપાલી જોશીએ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધાર્યો.કેન્દ્ર શિક્ષક શ્રી અમરસિંહ રાઠૌડ મહોદયે અંતમાં મહિલા મહાવિદ્યાલય તથા સતુઆબાબા બીસીએ કૉલેજના કેન્દ્રસંયોજકના સતત સહકારથી સહર્ષ અભિવાદન સહ આનંદ વ્યક્ત કર્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.