તમાકુમુક્ત યુવા અભિયાન 2.0’ના અમલીકરણ અંતર્ગત ઈન ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષાની મીટીંગ યોજાઇ
(અસરફ જાંગડ દ્વારા)
રાજ્યમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003ના અમલીકરણ માટે ભારત સરકારશ્રીના સહયોગથી ગુજરાત રાજ્યમાં વર્ષ 2007-08થી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જેમાં આ વર્ષે આ કેમ્પેઇન અંતર્ગત ચાર પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. જન જાગૃતિ કાર્યક્રમ, શાળા તમાકુમુક્ત કાર્યક્રમ, તમાકુમુક્ત ગામ કાર્યક્રમ, આકસ્મિક ચેકિંગ-ટાસ્ક ફોર્સ દ્વારા રેડની કામગીરીનું આયોજન કરવામાં આવનાર છે. સાથોસાથ શાળા-કોલેજોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે જે અંગે બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી,આ ઉપરાંત ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષાએ 20 ગામોમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવશે. જેમાં બોટાદના-6, ગઢડાના-6, બરવાળાના-4 અને રાણપુરના-4 ગામો સહિત “તમાકુમુક્ત ગામ” બનાવવામાં આવશે. ગામના મુખ્ય હિસ્સેદારો એટલે કે ગ્રામ પંચાયતના સભ્યો, એનજીઓ, એસએચજી, મહિલાઓ, યુવાનો, ખેડૂતોને સંવેદનશીલ બનાવવા માટે ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવશે. “તમાકુમુક્ત ગામ” કરવા માટે જાગૃતિ ઝુંબેશ પહેલ શરૂ કરવામાં આવશે,તેમજ પોલીસ વિભાગ દ્વારા 29-ટાસ્ક ફોર્સ રેડ(આકસ્મિક ડ્રાઈવ)નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-2003 અને પ્રિવેન્શન ઓફ ઈ-સિગારેટ એક્ટના અમલીકરણને વધારવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.