ગુજરાત અતુલ્ય વારસા ની ટીમ દ્વારા દિલ્હી ખાતે વિવિધ વિભાગો ની મુલાકાત લીધી - At This Time

ગુજરાત અતુલ્ય વારસા ની ટીમ દ્વારા દિલ્હી ખાતે વિવિધ વિભાગો ની મુલાકાત લીધી


ટીમ અતુલ્ય વારસો દ્વારા તાજેતરમાં દિલ્હી ખાતે વિવિધ વિભાગોમાં શુભેચ્છા મુલાકાત કરાઇ હતી, જેમાં આર્કીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ યદુબીરસિંહ રાવતજી, મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમના ડાયરેક્ટર જનરલ મીનાક્ષી સક્સેનાજી, નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના ચેરમેન કિશોર મકવાણાજી તથા સિનિયર આર્કીટેક્ટ દિવય ગુપ્તાજી સાથે વિવિધ વિષયો પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી, જેમાં ભારતના પશ્ચિમ ભાગમા હેરિટેજ ટુરિઝમ, રૂરલ ટુરિઝમ, હેરિટેજ શિક્ષણ, પબ્લિક અવેરનેસ, ગુજરાતમાં વોટર કોન્ઝર્વેશન વિગેરે જેવી બાબતો પર આવનાર સમયમાં કામગીરી હાથ ધરવામાં અંગે અને તેને આનુસાંગિક આયોજનો કરવાનું નિયત થયું તથા અતુલ્ય વારસો સામયિકનું ભવિષ્યમાં અંગેજી પ્રકાશન કરવામાં આવે તેવી માંગ કેન્દ્રનાં વિવિધ મહાનુભાવો થકી કરવામાં આવી જે થકી રાજ્યનો વારસો વિશ્વસ્તરે પહોચાડી શકાય, જે અંગે ટીમ અતુલ્ય વારસો ટૂંકમાં આયોજન કરશે. કેન્દ્રની હકારાત્મક મુલાકાતો ટીમ અતુલ્ય વારસોની આગામી કામગીરીને વેગ આપશે તેવી અમોને આશા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.