માલવણ હાઇવે પરથી ટ્રકના ચોર ખાનામાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ. - At This Time

માલવણ હાઇવે પરથી ટ્રકના ચોર ખાનામાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિદેશી દારૂની બોટલો નંગ 2004 તથા બિયર ટીન નંગ 1104 એમ કુલ મળીને કિ.રૂ.9,36,600 તથા ટ્રક કિ.રૂ.10,00,000 તથા મોબાઇલ નંગ 1 કિ.રૂ.5,000 સહિત કુલ મળીને કિ.રૂ.19,49,600 ના મુદ્દામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર એલસીબીના પીઆઇ એમ.ડી.ચૌધરી,પી એસ આઇ વી આર જાડેજા, હિતેશભાઈ, દીલીપભાઇ, કુલદીપસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા પોલીસ સ્ટાફને અગાઉથી મળેલી બાતમીના આધારે માલવણ હાઇવે પર વોચ ગોઠવી પેટ્રોલિંગ દરમિયાન માલવણ-ધ્રાંગધ્રા હાઇવે પર પીપળી ગામના બોર્ડ સામે રામદેવ દર્શન હોટલ પાસેથી બંધ બોડીના ટ્રકને આંતરીને સઘન તલાશી લેતા ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની શીલબંધ બોટલો નંગ 2004 તથા બિયર ટીન નંગ 1104 મળી કુલ રૂ.9,36,600 તથા ટ્રક કિં.રૂ.10,00,000 તથા મોબાઇલ નંગ 1, કિં.રૂ. 5,000 તથા રોકડા રૂ.8,000 મળી કુલ રૂ.19,49,600નો મુદામાલ ઝડપી પાડ્યો હતો.સુરેન્દ્રનગર એલસીબીએ આ દરોડામાં ટ્રક ચાલક થાનારામ ભેરારામ સગરામ પ્રજાપતિ જી.બાડમેર રાજસ્થાનવાળાને ઝડપી પાડ્યો હતો. આ વિદેશી દારૂનો જથ્થો સીરસા હરીયાણાથી કેવલસિંગ બગતારસિંગ રાજપૂત જી.બાડમેર રાજસ્થાન તથા ટ્રક માલિક લક્ષ્મણસિંહ જી. જેસલમેર દ્વારા ભરાવી મોરબી ખાલી કરવા જતા પકડાઇ ગયો હતો.ટ્રકમાં વસ્તુઓની આડમાં કે ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો લઇ જવાની મોડેશ ઓપરેન્ડી
સુરેન્દ્રનગર એલસીબીએ બે દિવસ અગાઉ માલવણ હાઇવે પરથી કાચની ચીજવસ્તુઓની આડમાં લઇ જવાતો રૂ. 32.74 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. અને સોમવારે માલવણ હાઇવે પરથી ટ્રકના ચોરખાનામાં છુપાવીને લઇ જવાતો રૂ. 19.49 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે ટ્રક કે આઇશરમાં વસ્તુઓની આડમાં કે ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો લઇ જવાની મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ દંગ રહી ગઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.