ગોપાલગ્રામમાં યોગ દિવસ ઉજવાયો
ગોપાલગ્રામમાં યોગ દિવસ ઉજવાયો
ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે શ્રી ઓ.પી.ઝાટકિયા હાઈસ્કૂલના પ્રાંગણમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય યોગ બોર્ડમાં ટ્રેનિંગ પામેલાં યોગ શિક્ષક ઈલાબેન ભાસ્કરભાઈ જોબનપૂત્રાએ સેવા આપી હતી, અમરેલી ખાતે ઓયોજીત થતી યોગ શિબિરોમાં અવારનવાર યોગાભ્યાસ કરાવતાં ઈલાબેન ગામનાં પૂત્રવધુ હોય, ઘર આંગણે યોગ કરાવીને વિશેષ ખુશી અનુભવી હતી તેમણે ખૂબ સરસ રીતે યોગ, આસન, પ્રાણાયામની સમજ આપતાં યોગ કરાવ્યાં હતાં. અત્રે પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં અભ્યાસ વિદ્યાર્થીઓ, શિક્ષકો સાથે આગેવાનોએ પણ યોગ કર્યા હતાં.
અમરેલી સ્થિત અગ્રણી આર.ટી.ઓ. સલાહકાર ભાસ્કરભાઈ ચંદુભાઈ જોબનપૂત્રા પરિવારે વતનના ગામમાં બાળકોને યોગ દિનની ઉજવણી બાદ સ્વાદિષ્ટ નાસ્તો કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં હાઈસ્કૂલના આચાર્ય ત્રિવેણીબેન ચૌહાણ, ગ્રામવિકાસ મંડળના ટ્રસ્ટી રાજુભાઈ ઠુમ્મર, પ્રતાપભાઈ વાળા, ચુનીભાઈ વાડદોરિયા, પૂર્વ સરપંચ હરેશભાઈ વાળા, મેરામભાઈ વાળા, હકુભાઈ વાળા, કુમાર શાળાનાં ચિરંજયભાઈ ત્રિવેદી, દિવ્યાબેન અજાણી, શ્રધ્ધાબેન માધડ, શ્રી ભક્તિબા કન્યા શાળાનાં આચાર્ય રસીદાબેન સંવટ, મેધાબેન પંડ્યા, સીમાબેન ઠાકર, વસંતદાસ અગ્રાવત, અશોક નથવાણી, ડાંગરભાઈ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં, સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગ શિક્ષક ડૉ. વાળા સાહેબે કર્યુ હતું તેમ વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.