સાયલાના ચોરવીરા ગામની સીમમાંથી એલસીબી બ્રાન્ચની ટીમે ચોરી કે છળકપટથી મેળવેલો પેટ્રોલ ડીઝલ સહિતનો જતો જપ્ત કર્યો.
તા.28/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પેટ્રોલ લીટર 275 કિ.રૂ.26,400 તથા ડીઝલ લીટર 40 કિ.રૂ.3680 તથા ભારત ગેસ ના ભરેલ બાટલા તથા માપીયુ,પાનું, સહિત કુલ મળીને કિ.રૂ.48,540 નો મુદ્દામાલ ઝડપાયો.
સુરેન્દ્રનગર એલસીબી ટીમ દ્વારા સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી બાતમી આધારે પુનાભાઈ જગાભાઈ સાનિયા જાતે ભરવાડ ચોરવીરા ગામની સીમ મુળી વગડીયા રોડ પાંચાળ પતરાવાળી હોટલની પાછળ સાયલા મૂળ ગામ વગડીયા થાનગઢ વાળાએ પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાન પાસે ચોરી કે છળકપટથી મેળવેલ પેટ્રોલ ડીઝલ પોતાના કબજામાં રાખી વેચાણ કરી અને હાલે વેચાણ કરવાની પ્રવૃત્તિ ચાલુ હોય તેવી બાતમી મળતા એલસીબી ટીમના પીઆઇ વી વી ત્રિવેદી, પીએસઆઇ વી આર જાડેજા, એએસઆઈ નિકુલસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા પંચો સાથે રેડ કરતા ઉપરોક્ત જગ્યાએથી ચોરી કે છળકપટથી મેળવેલ પેટ્રોલ લીટર 275 કિ.રૂ.26,400 તથા ડીઝલ લીટર 40 કિ.રૂ.3680 તથા પતરાનું માપયુ કિ.રૂ.50 તથા ભારત ગેસના ભરેલા બાટલા નં.3 કિ.રૂ.6000 તથા ગેસના ખાલી બાટલા નં.5 કિ.રૂ.5000 તથા અન્ય કુલ મળીને કિ.રૂ.48,540 ના મુદ્દામાલ સાથે આરોપી પુનાભાઈ જગાભાઈ સાનિયા ભરવાડ ચોરવીરા ગામની સીમ મૂળી વગડીયા રોડ પાચાંળ પતરાવાળી હોટલ ની પાછળ થાનગઢ વાળાને પકડી મજકુર કિશનની પૂછપરછ કરી પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો સતિષભાઈ જગાભાઈ સાનિયા લાવેલ છે કોની પાસેથી લાવેલ છે તેની ખબર નથી એ જણાવ્યા બાદ ગુનો નોંધી સાયલા પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.