નર્સ અને તેની નાની બહેનને વિકૃત શખ્સે વોટ્સએપ પર બિભત્સ મેસેજ સાથે ફોટા મોકલ્યા
રાજકોટમાં રહેતી અને હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરનાર યુવતી અને તેની નાની બહેનને ભાવનગરમાં રહેતો શખ્સે વોટસએપ પર મેસેજ કરી અભદ્ર લખાણ લખી ફોટા મોકલી યુવતીને લાઇફ બરબાદ કરી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી યુવતીએ આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ રોડ પરના વિસ્તારમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરનાર 23 વર્ષીય યુવતીએ ભાવનગરમાં સીફા ટાવરમાં રહેતા શાહનવાઝ અયુબભાઇ શેખ (ઉ.વ.28) નામના શખસ સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આશરે સાતેક માસ પૂર્વે આરોપી શાહનાવઝ શેખ વોટ્સએપના માધ્યમથી તેની નાની બહેન સાથે વાતચીત કરતો હતો અને તે મિત્રતા કેળવવા માંગતો હતો પણ યુવતીની બહેને ના પાડી હતી. બાદમાં ગદ તારીખ 2/7/2024 ના યુવતીના વોટસએપ પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી મેસેજ આવ્યો હતો જેમાં તમે કઈ હોસ્પિટલમાં નોકરી કરો છો?
તેમ કહી યુવતીની માહિતી પૂછતો હતો અને બાદમાં અભદ્ર લખાણ લખ્યું હતું. જેથી યુવતી આ નંબર બ્લોક કરી દીધો હતો. થોડા દિવસ બાદ તેમની નાની બહેનના વોટસએપમાં મેસેજ આવ્યો હતો અને તેમાં પણ અભદ્ર લખાણ અને ફોટો મોકલ્યા હતા તેમજ આ શખસે ફરી યુવતીને અભદ્ર ફોટો અને મેસેજ કરી તારી લાઈફ બરબાદ કરી દઈશ તેવી ધમકી આપી હતી.
જેથી યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જે તે સમયે અરજી કર્યા બાદ પોલીસે તપાસ કરતા મેસેજ કરનાર આ શખસ ભાવનગરનો શાહનવાઝ શેખ(ઉ.વ 28) હોવાનું માલુમ પડતાં યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેથી હેડ કોન્સ્ટેબલ દિપક પંડિતે ગુનો દાખલ કર્યો હતો. બનાવ અંગે વધુ તપાસ પીઆઇ કે.જે.મકવાણા ચલાવી રહ્યા છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.