સૌરાષ્ટ્ર ના હિંદવાપીર સંતશ્રી વાલમરામ બાપાનાં જન્મસ્થળનાં જીર્ણોદ્ધાર હેતુએ લોક ડાયરો યોજાયો
સૌરાષ્ટ્ર ના હિંદવાપીર
સંતશ્રી વાલમરામ બાપાનાં જન્મસ્થળનાં જીર્ણોદ્ધાર હેતુએ લોક ડાયરો યોજાયો
સુરત. "ગારિયાધાર પંથકની આસ્થાનું પ્રતિક" "સૌરાષ્ટ્ર ના હિંદવાપીર" ભાવનગર જિલ્લાના ગારિયાધારનાં પ્રગટ પીર સંતશ્રી વાલમરામ બાપાનાં જન્મસ્થળનાં જીર્ણોદ્ધાર હેતુએ વાલમધામ ગારિયાધાર ગ્રુપ - સીમાડા નાકા સુરતના સેવાભાવી મિત્રોએ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ મહારાજા ફાર્મમાં તા. ૨૧ ડિસેમ્બરને શનિવારે રાત્રે એક અતિભિવ્ય રંગ કસુંબલ લોકડાયરાનું આયોજન કર્યુ હતુ . જેમા લોકસાહિત્ય અને ભજનો દ્વારા લોકગાયક વિવેક વાઘાણી અને લોકગાયિકા ચાંદની પટેલ સાથે દિનેશ બાપુ સીતાપુર એ જમાવટ કરી હતી જ્યારે મનોજ ખેની (શાયર) દ્વારા શ્રી વાલમપીરનાં જીવન ઝરમર સાથે સુંદર સ્ટેજ સંચાલન કર્યું હતુ ' મોટી સંખ્યામાં સંતપ્રેમી અને ધર્મપ્રેમી ભાઈ બહેનોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો . સાથે સાથે ઝિર્ણોદ્ધાર કાર્ય માટે દાતાશ્રીઓ દ્વારા ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી .
આવી જ રીતે ભોજલરામનાં શિષ્ય એવા ગારિયાધાર પંથકના ગૌરવ સમા સંત વાલમપીર બાપાની ૨૦૧ મી જન્મ જયંતિ આગામી તા. ૨૮- પ - ૨૦૨૫ નાં રોજ સુરત ખાતે વાલમધામ ગારિયાધાર ગ્રુપ - સુરત દ્વારા આશરે પચ્ચીસ હજાર લોકોની રસોઈ અને ભજન સાથે ભોજન સહિત ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે . વળી ગારિયાધાર નું નામ
" વાલમ ધામ " તરીકે ઝડપથી પ્રસિધ્ધિ પામી રહ્યુ છે એ અભિયાનને વેગ અપાઈ રહ્યો છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.