બોટાદ જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણમેળાના આયોજનની બેઠક યોજાઈ
(અસરફ જાંગડ દ્વારા)
૨૭/૦૯/૨૦૨૪ ના રોજ જુના માર્કેટીંગ યાર્ડ બોટાદ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશેબોટાદ જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતા હેઠળ ગરીબ કલ્યાણમેળાના પૂર્વ આયોજન માટેની બેઠક યોજાઇ હતી.તા ,૨૭/૦૯/૨૦૨૪ ના રોજ જુના માર્કેટીંગ યાર્ડ બોટાદ ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારી સંદર્ભે તમામ વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠકમાં કાર્યક્રમને સફળ બનાવવા માટેની આગોતરું આયોજન કરાયું હતુ કલેકટરએ આ તકે સંબંધિત તમામ અધિકારીને જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળા દરમિયાન ૮,૮૧૬ લાભાર્થીઓને રૂપિયા ૧૦૬૩ લાખની સાધન સહાય અને ચેક વિતરણ કરવામાં આવશે. લાભાર્થીઓ તેમજ સાધન સહાયની વ્યવસ્થાઓ અંગે સાવચેતી રાખવી તેમજ સુચારું રૂપે ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ પૂર્ણ થાય એ માટે સક્રિય ભાગીદારીથી ટીમ બોટાદ તરીકે કામ કરીશું એમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળાના નોડલ ઓફિસર નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમગ્ર ગરીબ કલ્યાણ મેળાના આયોજન વિશે વિગતો પૂરી પાડવામાં આવી હતી તેમજ સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી પણ મેળવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.