રાજકોટના વાતાવરણમાં પલટો : અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે રાજકોટ શહેરમાં પણ અત્યારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદને લઈને લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી છે. વહેલી સવારથી આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો વરસાદી વાતાવરણ સર્જાતા ધીમીધારે વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. રાજકોટ જિલ્લામાં હાલ જામકંડોરણા, ધોરાજી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જિલ્લા બાદ હવે શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.