પ્રોજેક્ટ મુસ્કાન નો મોરબી માં પ્રારંભ મેંગોપીપલ પરીવાર દ્વારા શહેરની સરકારી શાળાની દિકરીઓને સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરાયા
પ્રોજેક્ટ મુસ્કાન નો મોરબી માં પ્રારંભ
મેંગોપીપલ પરીવાર દ્વારા શહેરની સરકારી શાળાની દિકરીઓને સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરાયા
મોરબી તાજેતરમાં મેંગોપીપલ પરીવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત મોરબીમાં શનાળા રોડ પાર આવેલ ગોકુલનગરમાં આવેલ સરકારી શાળાની દીકરીઓને સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવેલ.
પ્રોજેક્ટ મુસ્કાનના ફાવુંન્ડર શ્રી મતી રુપલબેન દ્વારા દીકરીઓને તેમની સરળ ભાષામાં સેનેટરી પેડ વિશેના ફાયદા અને શારીરીક સ્વચ્છતા વિશેની સમજણ આપવામાં આવેલ. ગંદા કપડાથી થતા નુકસાન અને સેનેટરી પેડની માહિતી મેળવી દરેક દીકરીઓના ચહેરા પર સુંદર સ્મિત આવેલ જેનો શ્રેય મેંગોપીપલ પરીવાર ને મળેલ.મેંગોપીપલ પરીવારના શ્રી મનીષભાઈ રાઠોડ, શ્રીમતી રુપલબેન રાઠોડ, મોનાબેન રાજવીર, કૃણાલભાઈ મેવા શાળાના આચાર્યશ્રી વિનોદભાઈ ગોધાણી તથા શાળાના સ્ટાફગણ જયશ્રીબેન, નિમિષાબેન, લલીતાબેન તથા સુમિત્રાબેન દ્વારા સુંદર જહેમત ઉઠવામાં આવેલ.
આ કાર્યક્રમમાં મહેમાનો તરીકે જિલ્લા બાલ સુરક્ષાના રંજનબેન મકવાણા, મહિલા ને બાળવિભાગના ઉર્વશીબેન પરમાર, જિલ્લા ક્ષયકેન્દ્રના પિયુષભાઇ જોશી, મેડિકલ ઓફિસર હિમાંશુભાઈ શંકજા, ધર્મેન્દ્રભાઈ વાઢેર, સાવનભાઈ ગોસ્વામી, તથા લાલાભાઇ બકોત્રા ઉપસ્થિત રહી મેંગોપીપલ પરીવારના કાર્યની સરાહના કરેલી અને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવેલી.
અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૧૧ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે. સંસ્થા આવા બાળકો માટે ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવે છે . ઉપરાંત સંસ્થા છેલ્લા ૭ વર્ષથી " પ્રોજેક્ટ મુસ્કાન " દ્વારા સ્લમ વિસ્તારોની બહેનો દીકરીઓને રાજકોટ, જામનગર, વાંકાનેર ઉપરાંત હવે તો મોરબીમાં પણ નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે . આવા સતકર્મોમાં સહભાગી થવા માટે અને સંસ્થાની વધુ માહિતી માટે શ્રી મનીષભાઈ રાઠોડ ( મો 9276007786 ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
