3 ઓગસ્ટથી યુનિવર્સિટીના 24573 વિદ્યાર્થીની પરીક્ષા
35 કેન્દ્ર ઉપર જુદા જુદા 49 કોર્સના રિપીટર પરીક્ષા આપશે, 30 ઓબ્ઝર્વરની નિમણૂક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી 2016 અને 2019ના વર્ષમાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લઇ રહી છે ત્યારે આગામી તારીખ 3 ઓગસ્ટથી યુનિવર્સિટીના 24573 વિદ્યાર્થીની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. જુદા જુદા 49 કોર્સના વિદ્યાર્થીની પરીક્ષા રાજકોટ સહિત 35 કેન્દ્ર ઉપર લેવાશે. આ પરીક્ષા માટે યુનિવર્સિટીએ 30 જેટલા ઓબ્ઝર્વર પણ નિયુક્ત કર્યા છે જે પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાય તેનું મોનિટરિંગ કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.