બોટાદ નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકા કક્ષાનો “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો
(ચેતન ચૌહાણ દ્વારા)
રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે સરકાર સતત કાર્યરત છે. પ્રજાજનોને વ્યકતિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ તકે બોટાદ જિલ્લામાં શહેરી વિસ્તારો માટેનો નગરપાલિકા કક્ષાનો “સેવા સેતુ” કાર્યક્રમ નગરપાલિકા કચેરી ખાતે વોર્ડ નં.૧ થી ૬ના નાગરિકો માટે યોજવામાં આવ્યો હતો.જેમાં બોટાદ શહેરના ૭૩૮ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓના લાભ મેળવ્યા હતા. કાર્યક્રમમાં અગ્રણી ચંદુભાઈ સાવલિયા અને મહાસુખભાઈ કણજરીયા દ્વારા ઉપસ્થિત લોકોને સેવા સેતુ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. સેવા સેતુમાં બોટાદ નગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, અગ્રણીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.